રૂ ૫૦૦ અને ૧૦૦૦ ની નોટબંધી દ્વારા દેશમાંથી કાળુ નાણું નાથવામાં
મોદી સરકાર સદંતર નિષ્ફળ નીવડી
કેન્દ્ર સાથેની ખેંચતાણને લઇ નોટબંધીના નિર્ણયનો તમામ દોષ આરબીઆઇના ગવર્નર ઉર્જિત પટેલના માથે ઢોળાય તેવી શકયતા
વર્ષ ૨૦૧૬માં કેન્દ્રની મોદી સરકાર દ્વારા નોટબંધી કરવામાં આવી હતી પરંતુ નોટબંધી પાછળનો જે મુખ્ય ઉદ્દેશ્ય હતો કાળુ નાણું નાથવાનો આપૂર્તિ હજુ સુધી થઇ શકી નથી. નોટબંધીના કારણે મોદી સરકારે સામાન્ય લોકોથી માંડી વિપક્ષોની આકરી ટીકાનો ભોગ બનવું પડયું હતું.
નોટબંધી દ્વારા દેશમાંથી કાળુ અને નકલી નાણું હટાવવામાં મોદી સરકાર નિષ્ફળ નો નીવડી છે. પણ આ નિર્ણયનું ઠીકરું એટલે કે તેનો તમામ દોષ આરબીઆઇના ગવર્નર ઉર્જિત પટેલના માથે ફોડાય તેવી શકયતા છે. કારણ કે હાલ આરબીઆઇ અને કેન્દ્ર સરકાર વચ્ચે ભારે ખેંચતાણ ચાલી રહી છે.
ઉલ્લેખનીય છે કે ૮ નવેમ્બરને વર્ષ ૨૦૧૬ ની મઘ્યરાત્રીએ મોદી સરકારે દેશમાં પ૦૦ અને ૧૦૦૦ ની જુની નોટો બંધ કરી દેવાની જાહેરાત કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવેલી આ જાહેરાતના પગલે દેશભરમાં આશ્ચર્ય ફેલાઇ ગયું હતું. તો આ સાથે મોદી સરકારે રૂ ૫૦૦ થી ર૦૦૦ ની કિંમતની નવી નોટો પણ બહાર પાડી હતી.
જેને જુની નોટો સાથે બદલાવવામાં સામાન્ય લોકોમાં ભારે ભાગદોડ મચી ગઇ હતી. તો ઘણા કાળા નાણા ખોરીના કાળા વ્યવહારો પણ બહાર આવ્યા હતા. દેશના અર્થતંત્રને અડચણરુપ એવા કાળાનાણા અને નકલી નોટો ને નાથવા મોદી સરકાર દ્વારા નોટબંધીનો આ અહમ નિર્ણય લેવાયો હતો પરંતુ આ નિર્ણય સદંતર ખોટો સાબિત થયો છે તેમ ઘણાં વિશ્ર્લેષકોનું કહેવું છે કારણ કે કાળાનાણાને હટાવવા માટે જ નોટબંધી કરાઇ હતી. પરંતુ એ ઉદ્દેશ્ય જ પુરો નથી થયો.
નોટબંધી કરવામાં આવી તે સમયે દેશમાં ૧ લાખ કરોડથી વધુની કિંમતની ૫૦૦ અને ૧૦૦૦ ની નોટો ફરતી હતી જેમાંની ૯૯.૩૦ ટકા નોટોનો બેંકોમાં પાછી જતા થઇ ગઇ છે. જયારે બાકીની ૦.૭ ટકા નોટો નેપાળ સહિતના અન્ય દેશોમાં છે. તો શું રૂ ૫૦૦ અને ૧૦૦૦ ની જેટલી નોટો હતી તે તમામ સફેદ જ હતી. શું કાળુનાણું હતુ જ નહિ? તો આનો જવાબ મહંદ અંશે હામાં આપી શકાય કારણ કે ૯૯.૩૦ ટકા નોટો તો પાછી આવી ગઇ છે. જેને કાળાનાણામાં ગણાવી શકાય નહિ.
ભારત જેવા વિકાસ શીલ દેશમાં ડીજીટલ ક્રાંતિ તો અણાઇ છે. પરંતુ મોટાભાગના લોકો ડીજીટલ સેવાનો ઉપયોગ કરતા થયા નથી. આથી ભારતમાં રોકડ વ્યવહારો વધુ થાય એ સ્વભાવિક છે. અર્થતંત્રમાં જેટલા રોકડ પિયા ફરે એ તમામ બ્લેકમની જ હોય એવું માની લેવું અયોગ્ય છે.
આવા જ પરિબળોના કારણે મોદી સરકારનો નોટબંધીના નિર્ણયને ઘણાં વિશ્ર્લેષકો હકારાત્મકતો ઘણા નકારાત્મક માને છે. પરંતુ હવે આ નિર્ણયનું ઠીકરું આરબીઆઇના ગવર્નર ઉર્જિત પટેલના માથે ફોડાય તેવી ધારણા છે. હાલ, આરબીઆઇ અને મોદી સરકાર વચ્ચે ખેંચાણ ભરી સ્થિતિ ઉભી થઇ છે જેને લઇ તાજેતરમાં ગવર્નન ઉર્જિત પટેલે પીએમ નરેન્દ્ર મોદી અને નાણામંત્રી અણ જેટલીની મુલાકાત લીધી હતી.
ઉલ્લેખનીય છે કે આરબીઆઇ એકટની ૭મી કલમનો ઉપયોગ કરવા નાણામંત્રી અણ જેટલીએ થોડા દિવસો અગાઉ પોતાના ભાષણમાં કહ્યું હતું ૭મી કલમ અંતર્ગત સરકાર રીઝર્વ બેંકના ગવર્નરને આદેશો કરી શકે છે. અને એ સાબિત કરે છે કે આરબીઆઇ ગવર્નરનું કામ માત્ર કેન્દ્રના સલાહકારનું છે.
આદેશો પારિત કરવાનું નહિ. અણ જેટલીના નિવેદન ઉપરાંત કેપીટલ રીઝર્વને લઇને પણ સરકાર અને બેંક વચ્ચે મતભેદો ઉભા થયા છે. જેને સુલજાવવા ગવર્નર ઉર્જિત પટેલે પીએમ મોદી અને અણ જેટલી ની મુલાકાત લીધી હતી. અને વિવિધ હેતુઓ પર ચર્ચા કરી હતી જો કે આ ખટપટ વચ્ચે આગામી ૧૯મી તારીખે આરબીઆઇ બોર્ડની બેઠક મળવાની છે. તેનાં એજન્ડા વિરુઘ્ધનો હંગામો થાય તેવી પણ શકયતા છે.