ભગવાન સ્વામિનારાયણના પ્રાગટ્ય ભૂમિ એવા છપૈયા ધામે એસજીવીપી ગુરુકુલના પુરાણી ભક્તિપ્રકાશદાસજી સ્વામીના માર્ગદર્શન નીચે, પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીની ઉપસ્થિતિમાં અને અમદાવાદ-સહજાનંદ વિલાના ગોપાલભાઇ પટેલના યજમાન પદે છે.
આવતીકાલે સુધી ૧૧ કુંડી મહાવિષ્ણુયાગનું આયોજન કરવામાં આવ્યું. ગુરુકુલ પરિવારના અધ્યક્ષ શાથી માધવ પ્રિયદાસજી સ્વામીએ ટેલિફોનિક માધ્યમી સર્વે સંતો અને હરિભક્તોને, છપૈયા જેવા મહાન ર્તીધામમાં આવા પવિત્ર કર્યા માટે અભિનંદન અને શુભેચ્છા પાઠવ્યા હતા.યજ્ઞની શરૂઆત પહેલા પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીના નેતૃત્વમાં નેપાળ-પુલહાશ્રમ યાત્રાએ ગયેલા ૧૧૦ હરિભક્તોને ભૂદેવ કિશોર મહારાજ તથા અજયભાઇ રાવલે વહેલી સવારે વૈદિક વિધિ સો દેહશુદ્ધિ કરાવી હતી. યજ્ઞનો મહિમા સમજાવતા પુરાણી ભક્તિપ્રકાશદાસજી સ્વામીએ જણાવ્યું કે, યજ્ઞકુંડ એ ભગવાનનું સ્વરૂપ છે, અગ્નિદેવએ ભગવાનનું મુખ છે, અગ્નિદેવને આહુતિ આપવાી ભગવાન હુતદ્રવ્ય જે-તે દેવને પહોંચાડે છે.
પુરુષ સૂક્ત, વિષ્ણુ સહસ્રનામ, જનમંગલ સ્તોત્ર, સર્વમંગલ સ્તોત્ર નામાવલિના ઉચ્ચાર સો સરવા કર્તા ભગવાનને ઘી, જવ, તલ, પાયસ તેમજ પીપળો, ખાખરો, અઘેડો, ઉંબરો, ખીજડો, દાભડો વગેરે સમિધી અગ્નિકુંડમાં આહુતિ આપવામાં આવી હતી. આ યજ્ઞમાં દુબઇથી પ્રકાશભાઇ દવે, અપૂર્વભાઇ દવે, લંડની રવજીભાઇ હીરાણી, ગોવિંદભાઇ રાઘવાણી, કંપાલા-યુગાન્ડાી માવજીભાઇ, સીસલ્સી રવિ રાઘવાણી, કેન્યાી મનસુખભાઇ, વડોદરાી ધીરૂભાઇ અશ્વાર, નિર્મળભાઇ ઠક્કર તેમજ અમદાવાદી વલ્લભભાઇ પટેલ વગેરે ઉપસ્તિ રહ્યા હતા.