દીર્ધ આયુષ્યએ સુપાત્ર દાનનું ફળ છે: પૂ. નમ્રમુતિ મ.સા.

સદર ઉપાશ્રયના આંગણે ગુજરાતરત્ન પૂ. સુશાંતમુનિ મ.સા. તેમજ રાષ્ટ્રસંત પૂ. ગુરુદેવ નમ્રમુનિ મ.સા. અને વિશાળ પ્રમાણમાં સીતવૃંદની ઉ૫સ્થિતિમાં ગૌરવવંતા ગોંડલ સંપ્રદાયના સંપ્રદાય વરીષ્ઠા ૯ર વર્ષના શ્રમણી શ્રેષ્ઠા, તીર્થસ્વરુપા ૭૧ વર્ષના દીક્ષાધારક પૂ. ગુલાબબાઇ મહાસતીજીનો ૯રમો જન્મોત્સવ ઉજવાયો હતો.

એક સાઘ્વીજીના સુદીર્ધ આયુષ્ય અને સુદીર્ધ સંગમ પર્યાયનું પ્રભુ મહાવીરની વાણી દ્વારા તાત્પર્ય સમજાવતાં રાષ્ટ્રસંતએ ફરમાવ્યું હતું કે ભગવતી સૂત્ર અને ઠાણાંગ સૂત્રમાં પ્રભુએ કહ્યું છે કે, દીર્ધ આયુષ્ય એ સુપાત્ર દાનનું ફળ છે. સંત સતીજીના સંગમમાં સહાયક થઇને સુદીર્ધ આયુષ્ય બંધ બાંધી શકે છે. વધુમાં ફરમાવ્યું હતું કે જે દિવસે સુપાત્ર દાન કરવાનો મોકો મળે છે તે દિવસ ભવ્ય દિવસ છે.

પૂ. સંપ્રદાય વરીષ્ઠાના ૭ર વર્ષ જેટલા સુદીર્ધ સંયમ પર્યાયના ગુણગ્રામ કરતા પૂજય એ કહ્યું હતું કે જેમના સંયમ ચારિત્ર્યનો એવો પ્રભાવ છે કે ૬૪ ઇન્દ્રો આવીને પૂ. સંપ્રદાય વરીષ્ઠાને ધારે તો એક ફુટ પણ ઉંચા ન કરી શકે તેવું સંગય બળનું મહત્વ છે.

આ અવસરે સંપ્રદાય વરીષ્ઠાના સુશિષ્યા કુંદનબાઇ મહાસતીજીએ પોતાના ગુરુણીના ૧૯૪૭ માં ગોંડલ ખીરસરા મુકામે ભાગવતી દીક્ષા, સંસારી જીવન, માતાપિતાના સંસ્કારો, ધર્મના સંસ્કારોની વાતો અને ભાવિકોને સંપ્રદાય વરીષ્ઠના ભૂતકાળમાં લઇ અને ભાવ તરબોળ કરાવ્યા હતા.

આ તકે વિરલ પ્રજ્ઞા પૂ. વિરમતીબાઇ મહાસતીજી એ સૌરાષ્ટ્ર કેસરી પૂ. ગુરુદેવ પ્રાણલાલજી મહારાજ સાહેબ પાસે દીક્ષિત થયેલા સંપ્રદાય વરીષ્ઠાના નામ એટલે કે ગુલાબરુપી સંયમ, સમ્યકત્વ, જેવા અદ્વિતીય ગુણોનો આસ્વાદ કરાવ્યો હતો. સદર ઉપાશ્રયના ઉપપ્રમુખ કિશોરભાઇ દોશી, મધુભાઇ શાહ, રોયલ પાર્ક સ્થાનકવાસી મોટા સંઘના પ્રમુખ ચંદ્રકાંતભાઇ શેઠે પ્રસંગોચિત ઉદબોધન કર્યુ હતું અને જ્ઞાનવરિષ્ઠાના વૈયાવચ્ય માટે ભાવના ભાવી હતી.

અંતમાં રાષ્ટ્રસંત ગુરુદેવી તમામ ભાવિકોને પ્રભુની પછેડી પહેરનાર સર્વ પંચમહાવ્રતધારીને સરખા ગણી સુપાત્રોનનો લાભ લઇ જીવન ધન્ય બનાવવા પ્રેરણા આપી હતી અને સંપ્રદાય વરીષ્ઠા પૂ. ગુલાબબાઇ  મહાસતીજીના સંયમ જીવનની અનુમોદના કરતાં તેમના સ્વાસ્થ્ય માટે આરુગ બોહિલાભ સિઘ્ધા સિઘ્ધિ મમ દીસંતુના આશીર્વચન પાઠવ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.