ડિગ્રી એન્જિનિયરીંગમાં પણ ૨૫ હજારથી વધુ બેઠકો ખાલી રહેવાની સંભાવના: હાલ ૭૦ હજારથી વધુ બેઠકો ઉપલબ્ધ

ધો.૧૨ સાયન્સનું પરિણામ આગામી દિવસોમાં જાહેર ાય તેમ છે. આ સ્િિતમાં ડિગ્રી એન્જિનિયરિંગ પ્રવેશ સમિતિએ આગામી તા.૧૫મી મેી બુકલેટ અને પીન વિતરણ શરૂ કરવાની જાહેરાત કરી દીધી છે. બુકલેટ અને પીન ખરીદનારા વિર્દ્યાીઓ પરિણામ જાહેર યા પછી જ ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવી શકશે. જો કે, એ ગ્રુપમાં વિર્દ્યાીઓની સંખ્યા સામે બેઠકોની સંખ્યા વધારે હોવાી ચાલુ વર્ષે પણ ૨૫ હજારી વધારે બેઠકો ખાલી પડે તેવી સ્િિત ઉભી ઇ છે. હાલમાં પ્રવેશ સમિતિ પાસે અંદાજે ૭૦ હજારી વધુ બેઠકો ઉપલબ્ધ છે. ચાલુવર્ષે બે કે ત્રણ નવી કોલેજોને મંજુરી મળે તો બેઠકોની સંખ્યા વધે તેમ છે. જેના કારણે ચાલુ વર્ષે ખાલી બેઠકોનો અંકડો વધે તેવી શકયતાં પ્રવેશ સમિતિના સૂત્રો વ્યક્ત કરી રહ્યા છે.

ડિગ્રી એન્જિનિયરિંગ પ્રવેશ સમિતિ દ્વારા હાલમાં પ્રવેશના નિયમો જાહેર કરી દેવાયા છે. ધો.૧૨ સાયન્સનું પરિણામ જાહેર યા બાદ પીનનંબર અને બુકલેટ લેવામાં મુશ્કેલી ન પડે તે માટે ૧૫મી મેી બુકલેટ અને પીનવિતરણ શરૂ કરી દેવામાં આવશે. પ્રવેશ સમિતિના સૂત્રો કહે છે આ વખતે ધો.૧૨ સાયન્સમાં સેમેસ્ટર ૪માં અંદાજે ૬૫૪૯૦ વિર્દ્યાીઓએ પરીક્ષા આપી છે. ૭૦ ટકાી વધુ પરિણામ આવે તો પણ અંદાજે ૫૦ હજાર વિર્દ્યાીઓ એ ગ્રુપમાં પાસ ાય તેમ છે. એ ગ્રુપમાં પાસ નારા તમામ વિર્દ્યાીઓએ ડિગ્રી ઇજનેરીમાં પ્રવેશ માટે એલીજીબલ તા ની.

કારણ કે ૪૫ ટકા માર્કસ આવ્યા હોય તેવા વિર્દ્યાીઓને જ ડિગ્રી ઇજનેરી માટે ફોર્મ ભરવાની મંજુરી આપવામાં આવે છે. આ ઉપરાંત દરેક વિર્દ્યાીઓે ડિગ્રી ઇજનેરી માટે જ ફોર્મ ભરે તેવું તુ ની.

છેલ્લા કેટલાય વર્ષોી પ્રવેશ સમિતિ સો સંકળાયેલા સૂત્રો કહે છે ચાલુ વર્ષે અંદાજે ૪૫ હજાર જેટલા વિર્દ્યાીઓ ડિગ્રી ઇજનેરીમાં પ્રવેશ માટે પ્રયાસ કરે તેવી શકયતાં છે. ડિગ્રી ઇજનેરી પ્રવેશ સમિતિ પાસે હાલમાં ૬૮ હજાર બેઠકો છે. ફી વિવર્સની બેઠકોની ગણતરી કરવામાં આવે તો બેઠકોનો આંકડો ૭૦ હજારી વધે તેમ છે. આમ, ૭૦ હજારી વધુ બેઠકો માટે અંદાજે ૪૫ હજાર વિર્દ્યાીઓ પ્રવેશ માટે દરખાસ્ત કરે અને તમામને પ્રવેશ ફાળવી આપવામાં આવે તો પણ ૨૫ હજારી વધુ બેઠકો ખાલી પડે તેમ છે. આ ઉપરાંત ચાલુ વર્ષે અંદાજે એક કે બે નવી ઇજનેરી કોલેજોને મંજુરી આપવામાં આવે તો બેઠકોમાં વધારો ાય તેવી પણ શકયતાં છે. ગત વર્ષે અંદાજે ૨૮ હજારી વધુ બેઠકો ખાલી પડી હતી. વર્ષ ૨૦૧૭માં પણ ૨૫ હજારી વધારે બેઠકો ખાલી પડે તેવી સ્િિત હાલમાં જોવા મળી રહી છે.

બે કોલેજ નો એડમિશન ઝોન માં મુકાઈ!

એઆઇસીટીઇ દ્વારા દરેક કોલેજોમાં ઇન્સ્પેક્શન કર્યા બાદ કયા કયા પ્રકારની ક્ષતિઓ છે તે દર્શાવી હતી. નિર્ધારીત સમયમાં જે તે કોલેજોએ આ ક્ષતિપૂર્તિ કરવાની હતી. પરંતુ ક્ષતિપૂર્તિ ન કરવામાં આવતાં અમદાવાદ ઇન્સ્ટિટયુટ ઓફ ટેકનોલોજી કોલેજની એમબીએની કુલ બેઠકોમાંી ૫૦ ટકા બેઠકો ઓછી કરી દેવામાં આવી છે. આજ રીતે ઇજનેરીની કુલ બેઠકોમાંી ૩૦ ટકા બેઠકો ઓછી કરવાનો ઓર્ડર કાઉન્સિલે કર્યો છે. આજ રીતે જી.કે.ભરાડ ઇન્સ્ટિટયુટ ઓફ ઇજનેરીને કાઉન્સિલ દ્વારા નો એડમીશન ઝોનમાં મુકવાનો નિર્ણય કરાયો છે. આ ઉપરાંત સોનરબા રામસિંહ માંગરોલા ઇન્સ્ટિટયુટ ઓફ ટેકનોલોજીને પણ નો એડમીશન ઝોનમાં મુકવાની જાહેરાત કાઉન્સિલ દ્વારા કરવામાં આવી છે.

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.