ધારાસભ્ય અંબરીષ ડેર, શિક્ષણવિદ ગીજુભાઈ ભરાડ સહિતનાઓ હાજર રહ્યા
અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના કડિયાળી ગામમાં જેમણે સળંગ ૩૬ વર્ષ સુધી એક જ શાળામાં ફરજ બજાવી એવા કડિયાળી ગામના ધબકતો ધબકાર એવા શિક્ષણપ્રેમી શિક્ષક એટલે બળવંતભાઈ તેરૈયા એક શાળામાં કાર્યરત રહી પોતાનું જીવન બાળકો તેમજ ગામને સમર્પિત કર્યું તે શિક્ષકવય મર્યાદાના કારણે નિવૃત થતા.
તેમનો વિદાય સન્માન સમારોહ તા.૨ નવેમ્બર ૨૦૧૮ના રોજ યોજાયો હતો. જેમાં શિક્ષણવિદ ગીજુભાઈ ભરાડ, હરીનંદસ્વામી, ધારાસભ્ય અંબરીષભાઈ ડેર, ગીરીશભાઈ શાસ્ત્રી, ભાનુદાદા રાજગોર, ભાભલુભાઈ વરૂ ધર્મેન્દ્રભાઈ ધાધલ, જે.એસ.તેરૈયા, જે.જે.જાની, રતિદાદા ચલાણવાળા, જુદી-જુદી શાળાના આચાર્યો તથા શિક્ષકો તેમજ બી.આર.સી. અજયભાઈ ખુમાણ અને સમગ્ર આખુ ગામ આ શિક્ષકને અદકે વિદાયમાન આપ્યું.ગામના વૃદ્ધ-નિરાધાર, ધૂન મંડળની બહેનો વિગેરે ૪૭ જણાને ગંગાસ્નાન અને રામેશ્વરનું સમુદ્ર સ્નાન આ શિક્ષકે ગામના કરશનભાઈ જાળોંધરા, પ્રવિણભાઈ રાજગુરુ અને મનોજભાઈ વાઘેલાના સાથથી પોતાના ખર્ચે યાત્રા કરાવી.
આવા આ શિક્ષકને આ ગામે ઐતિહાસિક કહેવાય એવી માનભેર વિદાય આપી ત્યારે પણ આ બળવંતભાઈ તેરૈયાએ એવું કહ્યું કે હું સરકારી ચોપડે નિવૃત થયો છું પણ ગામ-શાળામાંથી નહીં હું શાળાએ પણ આવીશ અને ગામની મારી સમાજ સેવા પણ ચાલુ રાખીશ. આવા આ શિક્ષકને ગામે ભીની આંખે વિદાય કર્યો ત્યારે શિક્ષક પણ એટલા જ ગદગતિત હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા ગામના વડીલો, ગામના યુવાનો અને શિક્ષક સ્ટાફે ખુબ જ જહેમત ઉઠાવી આ કાર્યક્રમને યાદગાર બનાવ્યો હતો.