દિવાળી એ ફટાકડા નાં ધુમ ધડાકા ભેર ઉજવણી કરવામાં આવે છે ચાલું વર્ષે સુપ્રીમ કોર્ટ દ્વારા દિવાળી ની ઉજવણી નિમિત્તે દસ વાગ્યા પછી ફટાકડા વિષે ભારે દલીલો ચાલી રહી છે આ ફટાકડા વેચાણ કરવાં માટે લાયસન્સ ઈશ્યુ કરવામાં આવ્યા હોય છે અને લાયસન્સ મળવા માટે જરૂરી દસ્તાવેજો રજુ કરવાના હોય છે શું જરૂરી દસ્તાવેજો રજુ કર્યા બાદ જ હંગામી ધોરણે ફટાકડા વેચાણ લાયન્સ ઈશ્યુ કરવામાં આવ્યા છે કે કેમ….? એ પણ મોટો પ્રશ્ન છે જે જરૂરી કાયદા ફાયર માટે એનઓસી છે કે કેમ એ પણ મોટો સવાલ છે કાયદા નું પાલન થાય છે કેમ ….? એ પણ મોટો પ્રશ્ન છે શહેર માં ફટાકડા નાં વેપારીઓ દ્વારા નીતિ નિયમો નેવે મુકી ને ધડધડ ફટાકડા નાં સ્ટોલ ખડકી દીધા છે.
આવા અનેક સ્ટોલો માં ફાયર સેફ્ટી નાં વગર આ સ્ટોલો બેરોકટોક ધમધમી રહ્યા છે ધોરાજી શહેર માં દિવાળી નાં થોડા દિવસો પહેલા ફટાકડા સ્ટોલો ધોરાજી શહેરમાં ખડકી દીધો હતાં લાયસન્સ મેળવવા માટે જરૂરી દસ્તાવેજો રજુ કર્યા હતાં અને તંત્ર દ્વારા વેરીફીકેશન કરવામાં આવ્યું હતું કે કેમ એ મોટો સવાલ છે નિંભર તંત્ર જાણી જોઇને કુંભ કર્ણ ની નિંદ્રા માં હોય તેવું લાગી રહ્યું છે ફટાકડા વેચાણ બાદ ગ્રાહકોને ઓરીજીનલ બીલ પણ જોવાં આવતું નથી અને સરકાર ને લાખો રૂપિયા નો ચૂનો પણ લગાવી રહ્યા છે ફટાકડા વેપારીઓ…
છેલ્લા ૪૮ કલાક દિવાળી પર્વ નાં બાકી રહયાં છે ત્યારે અત્યાર સુધી તંત્ર દ્વારા કોઈ પ્રકાર ની કાર્યવાહી હાથ ધરવામાં આવી નથી અને બે રોકટોક ફટાકડા વેચાણ થઈ રહયું છે શું તંત્ર ની મીઠી નજર હેઠળ ધમધમતા ફટાકડા… સ્ટોલ શું તંત્ર ની મીલી ભગત થી ફટાકડા સ્ટોલો ધમધમી રહ્યા છે કોઈ મોટી ઘટના બનશે તો કોણ જવાબદાર કોઈ પણ જાતની આગજની નો બનાવ બને ત્યારે તંત્ર જાગશે શું…..કોઈ પણ જાતની મોટી જાનહાની થાય જવાબદાર કોણ…આવાં અનેક પ્રશ્ન છે