આનંદ, ઉલ્લાસ અને ઉત્સાહનું આ પર્વ આપણને કેટલીક ઉત્તમ સાહિત્યકૃતિઓનું આજે સ્મરણ કરાવે છે, કારણ કે રંગોળીના રંગ જેવી રીતે ઘરનું આંગણ સજાવે છે, દીપ અંધકારને દુર કરીને પ્રકાશ ફેલાવે છે. તેવી જ રીતે આ તહેવાર પણ આપણા જીવનમાં રહેલો અજ્ઞાનનો અંધકાર દુર કરીને તેમાં પ્રસન્નતા, ઉત્સાહ અને નવચેતનાના રંગો પૂરે છે. ઉત્સાહો માનવીને માનવીની નજદીક લાવે છે.
કોર્પોરેટર જયાબેન હરીભાઈ ડાંગર તા પૂર્વ કોર્પોરેટર હરીભાઈ ડાંગર અને ભાજપ અગ્રણી શૈલેશભાઈ ડાંગરની રાજકોટની જનતાને ખાસ નમ્ર અપીલ કરવામાં આવે છે કે, ચાઈનીઝ ફટાકડાઓ સસ્તા હોવાની સાથો સાથ ખુબ જ ખતરનાક હોઈ છે. ચાઈનીઝ ફટાકડાઓ બિનસુરક્ષિત છે. જેથી ચાઈનીઝ ફટાકડા ફોડવા નહિ.
કોર્પોરેટર જયાબેન હરીભાઈ ડાંગર તા પૂર્વ કોર્પોરેટર હરીભાઈ ડાંગર અને ભાજપ અગ્રણી શૈલેશભાઈ ડાંગરે જણાવ્યું હતું કે, ગાંધી અને સરદારના ગુજરાતમાં ગૌરવવંતા ગુજરાતીઓને દિવાળીના શુભ પર્વો અને નવું વર્ષ આનાદ્મય, ઉલ્લાસમય,અને પ્રગતિકારક બની રહે, સાથો સાથ સમગ્ર ગુજરાત સાચા અર્થમાં તમામ ક્ષેત્રમાં પ્રગતિ કરે તેવી શુભકામનાઓ પાઠવી છે. વધુમાં જણાવ્યું હતું કે, આ દેશમાં ગુજરાત જ એક એવું રાજ્ય છે કે જ્યાં દિવાળી અને ધનતેરશી શરૂ કરીને દેવદિવાળી સુધી સાલમુબારક અને નુતન વર્ષાભિનંદન કરી શુભેચ્છાઓ પાઠવીએ છીએ.