અધિક જિલ્લા કલેકટરનું જાહેરનામું: ફટાકડાના ઓનલાઈન વેચાણ ઉપર મનાઈ
રાજકોટ જિલ્લાના અધિક કલેકટર પી.બી. પંડયાએ દિવાળીના પર્વને લઈને રાત્રીનાં ૮ થી ૧૦ દરમિયાન જ ફટાકડા ફોડવા તેમજ હોસ્પિટલ, શૈક્ષણીક સંસ્થાઓ અને ધાર્મિક સ્થળોની ૧૦૦ મીટરની ત્રિજયામાં ફટાકડા ન ફોડવાનું જાહેરનામું પ્રસિધ્ધ કર્યું છે. જેમાં જણાવાયું છે કે સીરીઝમાં જોડાયેલા ફટાકડાથી મોટા પ્રમાણમાં હવા, અવાજ અને ધન કચરાની સમસ્યા થતી હોવાથી તે રાખી શકો નહી ફોડી શકાષ નહી કે વેચાણ કરી શકાશે નહી. હાનીકારક ધ્વની પ્રદુષણ રોકવા માટે માત્ર પીઈએસઓ દ્વારા અધિકૃત બનાવટ વાલા અને માન્ય ધ્વનિ સ્તર વાળા જ ફટાકડા વેચી કે વાપરી શકાશે.
હોસ્પિટલ, નર્સિંગ હોમ, આરોગ્ય કેન્દ્રો, શૈક્ષણીક સંસ્થાઓ, ન્યાયાલયો, ધાર્મિક સ્થળોનો ૧૦૦ મીટરની ત્રિજયાના વિસ્તારને સાયલેન્ટ ઝોન તરીકે ગણવામાં આવશે અને ત્યાં કોઈ પણ પ્રકારના ફટાકડા ફોડી શકાશે નહી.