ધન તેરસ, નિમતિ પરાબજાર ખાતે નવા વર્ષના રોજમેળ લખવા માટે શુકન વંતા ચોપડાની ધુમ ખરીદી નાના મોટા વેપારીઓએ કરી હતી અને નવુ વર્ષ ધંધા રોજગારમાં શારૂ રહે એવી આશા સાથે ખરીદી કરી હતી.ત્યારે હિંમતલાલ પ્રેસની મુલાકાત કરતા રાજીવભાઈ પારેખએ જણાવ્યું હતુ કે આજે પણ ચોપડા પુજનનું એટલું જ મહત્વ છે.
ખાસ તો નાનો વર્ગ છે જે વર્ષોની પરંપરામાં ખુબ માને છે. કોમ્પ્યુટર યુગ આવી ગયો છતા પણ ચોપડાનું મહત્વ ઘટયું નથી લોકોની ધાર્મિક લાગણી પરંપરા સાથે સંકળાયેલ છે. ધનતેરસના ચોપડા ખરીદવાનું ખુબજ મહત્વ છે. અને લોકો ઉત્સાહથી આ તહેવાર મનાવે છે.