બાલાજી હનુમાનજી મંદીર, કરણસિંહજી હાઇસ્કુલ ભુપેન્દ્ર રોડ, ખાતે તા. ૬ ને મંગળવારે સવારનો ૯ થી ૧૧ કલાક સુધી બાલાજી હનુમાનજી દાદાનું ખાસ વિશિષ્ટ પુજન તથા મારૂતિયજ્ઞનો ધાર્મિક ઉત્સવ મંદીરના વિદ્વાન, યુવાન, વિનમ્ર અને વિવેકી મહંત સ્વામી વિવેકાસાગરજીદાસજી સ્વામીના પ્રમુખ સ્થાને તથા મંદીરના યુવાન અને કર્તવ્યનિષ્ઠ કોઠારી સ્વામી મૂનિવત્સલદાસજી સ્વામીના અતિથિ વિશેષ પદે ભવ્યાતિ ભવ્ય રીતે ઉજવાશે. દિવાળીના દિવસે બાલાજી દાદને શુઘ્ધ ચાંદીના ઢાલ તથા તલવાર શાસ્ત્રી કૌશિકભાઇ દ્વારા પુજા કરાવી દાદાન અર્પણ કરવામાં આવશે. નૂતનવર્ષ બાલાજી દાદાને પ૦૧ વિવિધ સામગ્રીનો અન્નકુટ ધરાવવામાં આવશે. અન્નકુટના દર્શન બપોરના ૧ર થી ૭ વાગ્યા સુધી ખુલ્લા રાખવામાં આવશે.
આ ધાર્મિક પ્રસંગે ભુપેન્દ્ર રોડ, મુખ્ય મંદિરના મહંત સ્વામી શાસ્ત્રી રાધારમણદાસજી તથા કોઠારી જે.પી. સ્વામી તથા વંદનિય, તપસ્વી હરિચરણદાસજી સ્વામી, હરિપ્રકાશદાસજી સ્વામી, દેવકૃષ્ણદાસજી સ્વામી, ભકતવત્સલ સ્વામી તથા બાલાજી હનુમાનજી મંદીરના પૂર્વ કોઠારી કાંતિભગત દર્શન પ્રવચન અને આશીર્વાદનો આપશે આ પ્રસંગનો લાભ લેવા અપીલ કરવામાં આવી છે.