અમદાવાદ ખાતે ગુજરાતના ડિલરોની બેઠક મળી
ગુજરાત ના ખેડૂતો ને સહાય આપતી સંસ્થા જીજીઆરસી દ્વારા ટપક ની સહાય માં ખેડૂતો ને મેળવામાં વારંવાર મુશ્કેલી પડે છે . અને જીજીઆરસી માં વારંવાર ગ્રાન્ટ પુરી થઈ જાય છે અને ખેડુતો માટે પુરતી સહાય મળે અને જીજીઆરસી દ્વારા સહાય આપવા માં આવે તેમાં વાલા દવલા ની નીતી રાખે છે. જેવા કે ફુવારા વસાવેલ ખેડૂત ને ટપક ની સહાય ના આપવી તેમજ ફુવારા પધ્ધતિ માં ચેકિંગ સમયે જીજીઆરસી દ્વારા ફરજિયાત ચાલુ કરવાની ફરજ પાડે છે. જેના લીધે ખેડૂતો અને ડીલર ની વચ્ચે જગડા ઓ થાય છે.
જીજીઆરસી અમુક જળ જેવા નિર્ણયો ના કારણે ડિલરો કનટાડી ને માઈક્રોઇરીગેશન કામ કરતા તમામ ગુજરાત ના ડિલરો અમદાવાદ ખાતે મળી .બેઠક સરકાર માં રજુઆત કરવા માટે ડિલરો નું એક પ્લેટફોર્મ બનાવીયુ અને ગુજરાત માઈક્રોઇરીગેશન ડીલર એસોસિયન બનાવીયુ અને ટૂંક સમય માં તેની નોંધણી કરવામાં આવશે અને પ્રમુખ પદે સર્વો સમતી દ્વારા સુરેશભાઈ સખીયા ને બનાવવા માં આવીયા અને મંત્રી તરીખે જયદીપભાઈ ભાલોડિયા અને ગુજરાત ને ૫ ઝોન વહેંચવામાં આવ્યુ.
દરેક જોન માં ૧ પ્રમુખ ની નિમણુંક કરવામાં આવી અને તેની નીચે જિલ્લા પ્રમુખ અને તેની નીચે તાલુકા ના હોદેદારો ની પણ નિમણૂક કરવા માં આવી અને આવનારા સમય માં ગુજરાત સરકાર ની સહાય આપતી સંસ્થા જીજીઆરસી અને ખેડૂતો વચ્ચે ની કળી ડિલરો જીજીઆરસી ના નિયમ બાબતે સરકાર તેમજ જીજીઆરસી પોતાની પોઝિટિવ વાત રજૂ કરશે .તેવું માણાવદર ના પાજોદ ગામના ખેડૂત જયદીપ ભાલોડિયા એ જણાવેલ હતું.