મધર્સ પ્રાઇડ સ્કુલ દ્વારા ઉપલેટાના ઇતિહાસમાં પ્રથમ વખત દિવાળીનું મહત્વ સમજાવતું જ્ઞાનમય એકઝીબીશન યોજાયું હતું.
દિવાળીનાં તહેવારોનું મહત્વ ભારતીય સંસ્કૃતિના ઇતિહાસમાં ખુબ જ અગત્યનું રહ્યું છે. ર૧મી સદીની હરણફાળ દોડમાં આજની યુવા પેઢી અને વિઘાર્થીઓ આ મહત્વ ભૂલતા જાય છે. દિવાળી એટલે માત્ર ફટાકડા, મીઠાઇઓ, કપડા અને હરવું ફરવું દિવાળીના તહેવાર પાછળ સાચું જીવનલક્ષી વિજ્ઞાન શું છે? દિવાળી પર સ્વચ્છતાનું શું મહત્વ છે?, કાળી ચૌદશ શા માટે?, ધનતેરસ સાચા અર્થમાં શું છે?
આવી બધી વાતો આજે વિસરાતી જાય છે. કલાસરુમ માત્ર બુકનું જ્ઞાન આપે છે. જીવનલક્ષી શિક્ષણ, પણ ખુબ જ મહત્વનો શિક્ષણનો એક ભાગ છે. આવનાર સમયમાં આ પેઢીને જો આ જ્ઞાન વારસામાં નહિ આપવામાં આવે તો અલિપ્ત થઇ જશે. કોઇક વિચારકે સાચું કહ્યું કે કોઇપણ દેશની પ્રગતિને રોકવી હોય તો તેના ઇતિહાસ અને સંસ્કૃતિને ભુલાવી દેવી…..
કાલથી ભારતની સંસ્કૃતિ, ઇતિહાસ અને તહેવારોમાં જીવનલક્ષી વિજ્ઞાન છુપાયેલું છે. આ જ્ઞાનની ગંગાને આગળ વધારવા માટે મધર્સ પ્રાઇસ શાળા પરિવારે એક આવા જ્ઞાનવર્ધક પ્રદર્શનનું સફળ આયોજન કર્યુ હતું.
દિવાળીના વિવિધ તહેવારોને લગતા દિવસો પાછળ છુપાયેલા વિજ્ઞાન અને મહત્વ વિવિધ પ્રકારના સ્ટોલ દ્વારા રજુ કરવામાં આવ્યું હતું. શાળાના વિઘાર્થીઓ, વાલીઓ અને સમગ્ર ઉપલેટાની જનતાએ આવા જ્ઞાનમય પ્રદર્શનનો મોટી સંખ્યામાં લાભ લીધો હતો.
આ કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળા પરીવારના તમામ શિક્ષકગણ અને વિઘાર્થીઓ એ ભારે જહેમત ઉઠાવી હતી. એકઝીબીશનમાં આવનાર તમામ મુલાકાતીઓ એ આવા અદભુત એકઝીબીશનને ખુબ જ સારો પ્રતિસાદ આપ્યો હતો.
આ કાર્યક્રમને સફળ બનાવવા બદલ સંસ્થાન ચેરમેન નીલેશભાઇ ડેડાતીયા અને ડાયરેકટર ઝાલા પુરી ટીમને ખુબ ખુબ અભિનંદન પાઠવ્યા હતા.