ભાજપ દ્વારા ૧૧ થી ૧૯ નવેમ્બર દરમિયાન ૩૩ જિલ્લાઓ અને ૮ મહાનગરોમાં સ્નેહ સંમેલનો
અગામી લોકસભાની ચૂંટણીઓની વ્યવસની તૈયારીઓ માટે ૩૦૦ કરતા પણ વધુ વિસ્તારકો લોકસભા વિસ્તારોમાં જશે. લોકસભા ચૂંટણીઓ માટે ૩૦૦ કરતા પણ વધુ વિસ્તારકોને જવાબદારી સોંપવામાં આવી છે તેના આયોજનની જવાબદારી પ્રદેશ ઉપાધ્યક્ષ ભાર્ગવ ભટ્ટ સંભાળશે.
આ વિસ્તારકોના માર્ગદર્શન આપવા માટે શ્રી કમલમ ખાતે બેઠક રાખવામાં આવી હતી. લોકસભા વિસ્તારમાં બુથ લેવલ સુધી ચૂંટણી તંત્રની ગોઠવણી માટે અને મતદારોના સંપર્ક માટે આ વિસ્તારકો દિવાળી પછી લોકસભા ચૂંટણી સુધી આ વિસ્તારોમાં કાર્યરત રહેશે.
જીતુભાઈ વાઘાણીએ વધુમાં જણાવ્યુ હતુ કે, કુંવરજી બાવળીયાએ ભાજપામાં જોડાતા પહેલા ધારાસભ્ય તરીકે રાજીનામુ આપ્યુ હતુ તેથી જસદણની વિધાનસભા સીટ ખાલી યેલ છે. જેની પેટાચૂંટણી આગામી દિવસોમાં યોજનાર છે ત્યારે આ પેટાચૂંટણી જીતવા માટે ભાજપા તરફી માઇક્રોપ્લાનીંગ ગોઠવવામાં આવેલ છે.
રાજકોટના સાંસદ મોહનદાસ કુંડારીયા તેમજ કોળી સમાજના આગેવાન અને પૂર્વ સંસદીય સચીવ હીરાભાઇ સોલંકીને આ બેઠક જીતવા માટેના આયોજનની મુખ્ય જવાબદારી સોંપવામાં આવી છે. આ ઉપરાંત જયંતિભાઇ કવાડીયા, કીરીટસિંહ રાણા, બાબુભાઇ જેબલીયા, ગોવિંદભાઇ પટેલ, આર.સી.મકવાણા, શ્રી નીતિન ભારદ્વાજ, રમેશ મુંગરા, અમોહ શાહ, જયંતિભાઇ ઢોલ, ભરત બોઘરા, પ્રકાશ સોની ઉપરાંત રાજ્ય સરકારના કેબીનેટ મંત્રી સૌરભભાઇ પટેલ અને જયેશભાઇ રાદડીયા વિશેષ જવાબદારી સંભાળનાર છે. આ ઉપરાંત વિસ્તારના પ્રભારી અને ઇન્ચાર્જ-સહઇન્ચાર્જ ઉપરાંત જીલ્લા ભાજપાના પ્રમુખ અને તેના પદાધિકારીઓ આ પેટાચૂંટણી જીતવા માટે આયોજનમાં જોડાશે.
સૌરાષ્ટ્રની ચાર લોકસભા વિસ્તારની એક બેઠક આજે સાંજે મુખ્યમંત્રી નિવાસસને મુખ્યમંત્રી ઉપરાંત નાયબ મુખ્યમંત્રી, સંગઠન મહામંત્રી, આગેવાનો, પ્રભારી, ઇન્ચાર્જ-સહઇન્ચાર્જ, જીલ્લા પ્રમુખ સહિત આગેવાનો આ બેઠકમાં ઉપસ્તિ રહેશે.
ભાજપાએ ગુજરાતમાં યોજાયેલ તાલુકા જીલ્લા પંચાયતોની પેટાચૂંટણીઓ નગરપાલિકાઓની સીટોની પેટા ચૂંટણીઓમાં કેટલીયે જગ્યાઓએ કોંગ્રેસ પાસેથી બેઠકો આંચકી લઇને ભાજપાનો ભવ્ય વિજય યો છે. વર્ગ, જાતિ તેમજ જુદાજુદા સામાજીક વિભાગોની લાગણીઓને ઉશ્કેરીને કોંગ્રેસે ચૂંટણીઓ જીતવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તેમા કોંગ્રેસની ભારે પીછેહઠ થઇ છે.
દિવાળી અને નવા વર્ષ નિમિત્તે તારીખ ૧૧ નવેમ્બરી ૧૯ નવેમ્બર દરમ્યાન ૩૩ જીલ્લાઓમાં અને ૮ મહાનગરપાલિકા વિસ્તારોમાં સ્નેહ સંમેલનો યોજવામાં આવશે અને તે દ્વારા બૂલેવલ સુધી સંપર્ક વધારવામાં આવશે તેમજ શુભેચ્છાઓની આપ-લે કરવામાં આવશે. લોકસંપર્ક વધારવામાં આવશે. આ આયોજન અંગેની જવાબદારી પ્રદેશ પ્રવક્તા ભરત પંડ્યા સંભાળશે.
પ્રદેશ અધ્યક્ષ જીતુભાઇ વાઘાણીની વિશેષ ઉપસ્થિતિ તેમજ ભાજપા પ્રદેશ મહિલા મોરચાના પ્રમુખ ડો. જ્યોતિબેન પંડ્યાની હાજરીમાં ટી.વી શો ભાભીજીના નામે ઓળખાતા શ્રધ્ધાબેન ઝા આજે સભ્યપદ માટેના નિયત નંબર પર મીસકોલ કરીને ભાજપાના સભ્ય બન્યા હતા.