જિલ્લા આરોગ્ય તંત્ર ની તપાસ માં લખતર પ્રમુખ મેટર નીટી હોસ્પિટલ રજીસ્ટર નોંધ નહીં હોવાથી સોનો ગ્રાફી મશીન સીલ કરી દેવાયું.સુરેન્દ્રનગર મા હાલ હોસ્પિટલો નો રાફડો ફાટયો છે ત્યારે સુરેન્દ્રનગર જીલ્લા મા એક માસ ની અંદર ૨ હોસ્પિટલ ના સોનોગ્રફી ના મશીન જીલ્લા આરોગ્ય તંત્ર દ્વારા સિલ કરવા આવીયા છે.
ત્યારે આજે સુરેન્દ્રનગર ના લખતર મા જીલ્લા આરોગ્ય તંત્ર અચાનક જ તપાસ કરવા ગયું હતું ત્યારે સુરેન્દ્રનગર જિલ્લા ના લખતરમાં આવેલી એક નામાંકિત હોસ્પિટલમાં રજીસ્ટર નોંધ ન હોવાથી સોનોગ્રાફી મશીન સીલ કરવામાં આવ્યું હતું જેના કારણે સમગ્ર સુરેન્દ્રનગર પંથકમાં ફફડાટ ફેલાયો હતો