અંધશ્રધ્ધામાં ન માનવા હાંકલ કરવામાં આવશે
તારીખ. ૬ નવેમ્બર ૨૦૧૮ના રોજ રાજુલા તાલુકાના કથીવદરપરા ગામનાં સ્મશાને ભારત જનજાથાના પૂવેસભ્ય આતાભાઇ વી વાઘ દ્રારા ખોટી માન્યતા અને અંધશ્રદ્ધા દુર કરવા બાબતે આયોજન કરવામાં આવશે. હાલના ઝડપી જમાનામાં અતીઆધુનિક યુગ અને ટેકનોલોજીનાં યુગમા પણ ઘણા માણસો ભુતપ્રેતમા માનનારા હોય છે.લોક વાયકા મુજબ કાળી ચૌદશના દિવસે ભુવાઓ દ્વારા રાત ના ૧૨:૦૦ કલાકે સ્મશાને જઇ નીવેદ ધરે છે અને વિદ્યા શીખે છે આવી પોકળ પાયા વિનાની વાતો કરી ભોળા અને અંધવિશ્વાસ મા માનનારા માનસો ને છેતરે છે .
નીવેદ ના બાને ભુવાઓ પોતાના ઘરનુ ગુજરાન ચલાવે છે અને ભોળી પ્રજા અંધવિશ્વાસમા માને છે એટલે દર વષેની જેમ આ વખતે પણ આતાભાઇ વાઘ દ્વારા કાળી ચૌદસના દિવસે રાત ના ૧૨:૦૦ કલાકે કથીવદરપરા ગામના સ્મશાનમા જઇને ચા-નાસ્તાનુ આયોજન પણ રાખેલ છે જે વ્યક્તિ ખોટી અંધશ્રદ્ધા, ભુતપ્રેત,વળગાડમા ન માનતા હોય પોતે ડરતા ન હોય તેવા દરેક વ્યક્તિએ આવવા વિનંતી છે.
આતાભાઇ વાઘ દ્રારા આ કાયે છેલ્લા ૮ વષે થી શરૂ કરેલ છે પોતે સ્મશાનમાં જઇ ને લોકો ને સમજાવે છે કે દરેક ગામના સ્મશાનતો મંદિર જેવા પવિત્ર જ હોય છે ત્યાં કશુ ભુતપ્રેત જેવુ હોતુ જ નથી પણ આ ભુવાઓ દ્વારા પોતાના રોટલા શેકવા ભોળા લોકાે ને ગેરમાર્ગે દોરે છે તો દરેક વડિલો માતાઓ,બહેનો અને મિત્રોએ આવી કોઇજાત ની વાતોમા ન આવવા સુચન કરે છે.
આતાભાઈ વાઘ કોઇપણ દેવીદેવતાના કે પિત્રુના ભુવા નથી છતા પોતે કાળી ચૌદશની રાત્રે સ્મશાનમા જઇને સ્મશાનના વાસણમાં કે જે વાસણમા આગીયાયે આગ લીધી હોય એ કુરડી મા આરોગે છે અને સાબીત કરી બતાવે છે કે આવી કોઇપણ અંધવિશ્વાસમા ન આવ્યા વિના પોતાએ પોતાના પરીવારનુ ભરણપોષણમા ધ્યાન આપે.ને દરેકભાઇ ઓ ને નમ્ર નિવેદન છે અંધ વિશ્વાસ મા ન. માનવા ની હાકલ કરશે.