‘હક’ના ઘરમાં ઘુસી છરીના ઘા ઝીકી ‘હત્યા’કરવામાં આવી
પાકિસ્તાનમાં તાલીબાનોના ગોડફાધર ગણાતા મૌલાના સમ્મીઉલ્લ હક ની તેના જ ઘરમાં ધુસી છરીના ઘા વડે હત્યા કરવામાં આવી છે.
પાકિસ્તની મિડીયાના રિપોર્ટ પ્રમાણે રાવલપીંડીમાં એક હુમલામાં તાલીબાનના ગોડફાધર અને પૂર્વ સીનેટર મૌલાના સમ્મીઉલ્લ હકની હત્યા કરી દેવાઇ છે. સમગ્ર ઘટનાની પુષ્ટિ કરતા જમીયત ઉલેમા-એ-ઇસ્લામ નામની પોલીટીકલ પાર્ટી એ તેમની હત્યાની પુષ્ટિ કરી છે. તેમના પરિવારના જણાવ્યા પ્રમાણે હક તેમના રૂમમાં આરામ કરી રહ્યા હતા. ત્યારે તેમના પર છરીના ઘા ઝીંકી હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં હકનું મોત થયું હતું.
હકના પુત્ર હામીદ ઉલ હકે કહ્યું કે ૮ર વર્ષીય મૌલાના જયારે તેમના રૂમમાં આરામ કરી રહ્યા હતા ત્યારે અજાણ્યા શખ્સોએ તેમના પર હુમલો કર્યો જયારે અમે તેમને જોયા ત્યારે તેઓ લોહીથી લથબથ હાલતમાં જમીન ઉપર પડયા હતા. જયાં તેમનું ઘટના સ્થળે જ મોત થઇ ગયું હતું.
મહત્વનું છે કે મૌલાના હક ખેંબર પખતુનખ્વાના અકોર ખટ્ટર શહેરમાં ઇસ્લામી ધાર્મિક શાસ્ત્ર દારૂલ ઉલમ હકકનિયાના પ્રમુખ હતા. રાવલપિંડીમાં હત્યાના પ્રયાસ બાદ જયુઆઇએસના પેશાવર અઘ્યક્ષે તાલીબાનના ગોડફાધરની હત્યાની પુષ્ટિ કરી હતી.
ઉલ્લેખનીય છે કે મૌલાના હક તાલીબાન સહીત અલકાદયાના પણ ફાઉન્ડર હતા. મૌલાના અખતર મનસુર જેહાદ યુનિવર્સિટી પણ ચલાવતો હતો. જે ભારત સામે આતંકવાદી પ્રવૃતિ સાથે પણ જોડાયેલો હતો. તેવું જાણવામાં મળી રહ્યું છે જો કે આ સાથે પાકિસ્તાનનો હકની હત્યાને લઇ કહ્યું છે કે મૌલાનાની હત્યાથી પોલીટીકલ અને ધાર્મિક ક્ષેત્ર તેમને યાદ રાખશે. અને જમીયત ઉલ્માએ ઇસ્લામ ફઝલે પણે મૌલાની મોત ના પગલે તેમના પરિવારને સાંત્વના આપી છે.