ગુજરાતની અગ્રણી એનજીઓ સરગમ કલબ રાજકોટ દ્વારા આયોજિત ચમનભાઈ કમાણીના સહયોગથી સરગમ કલબ રાજકોટ આયોજિત દિવ્યાંગો માટે નિ:શુલ્ક જયપુર ફૂટ કેમ્પ ત્રિ-દિવસીય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. કેમ્પમાં જે દિવ્યાંગોને શારીરિક રીતે જન્મથી જ કુદરતી કે આકસ્મિક રીતે પગની ચાલવા-બેસવાની જે શારીરિક ખોડ રહી ગયેલ હોય તે ખોડને કાયમી દુર કરવા રાજસ્થાનથી નિષ્ણાંત ટેકનીસીયનોની ટીમ સાથે દીનદયાલ રાવલ, જગનલાલ ચૌધરી, હરિનારાયણ એસ્વાલ વગેરે દ્વારા શારીરિક તપાસ કરી જરૂરીયાતમંદોને આર્ટીફીસીયલ લેગ, કેલીપર્સ, ઘોડી, સ્ટીક વગેરે સાધનો વિનામૂલ્યે આપવામાં આવશે.
તાજેતરનો જયપુર ફુટ કેમ્પ તા.૧ થી ૩ નવેમ્બર ૨૦૧૮ દરમ્યાન સરગમ ભવન, કલેકટર કચેરી પાસે, શ્રોફ રોડ, રાજકોટ ખાતે કરવામાં આવ્યો છે જેમાં સૌરાષ્ટ્ર કચ્છના દરેક સ્થળોથી ૮૬ જેટલા દિવ્યાંગ દર્દીઓએ લાભ લીધો હતો. કેમ્પમાં ચમનભાઈ કમાણી, પંકજભાઈ કમાણી ઉપસ્થિત રહ્યા હતા.
આ તકે લીલાબેન વ્યાસ અને રશ્મિબેન વ્યાસે દિવ્યાંગોને યોગદાન આપવામાં આવ્યું હતું. સરગમ કલબ રાજકોટ આયોજિત જયપુર ફુટ કેમ્પને કમાણી ફાઉન્ડેશનના ચેરમેન ચમનભાઈ કમાણી તથા તેમના પરિવારનો સહયોગ સતત મળતો રહે છે. આ કેમ્પમાં કુલ ૮૬ દિવ્યાંગ દર્દીઓએ લાભ લીધો હતો. તેમાંથી ૬૧ દિવ્યાંગને કૃતિમ પગ, ૨૪ દિવ્યાંગને કેલીપર્સ, ૧ દિવ્યાંગોને સ્ટીક, ઘોડીનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું.
આ કેમ્પને ગુણવંતભાઈ ડેલાવાળાના માર્ગદર્શન હેઠળ અરવિંદભાઈ પટેલ, વજુભાઈ જોશી, કનૈયાલાલ ગજેરા તથા સરગમ કલબ વિકલાંગ સેવા કેન્દ્રના ઈન્ચાર્જ જીતેશ સંઘવી, પ્રફુલ મીરાણી વગેરેએ જહેમત ઉઠાવી હતી. સરગમ લેડીસ કલબના ભાવનાબેન ધનેશા, જયશ્રીબેન વ્યાસ, કૈલાશબા વાળા, આશાબેન ભુછડા, સુધાબેન દોશી, ચેતનાબેન સવજાણી, જયોતિબેન પીઠડીયા, ભાવનાબેન મહેતા, બીનાબેન વિઠલાણી, ખુશ્બુબેન વોરા વગેરે કાર્યરત હતા.