તહેવારોમાં ખરીદી કરવા માટે પણ હવે ગ્રામીણ કે શહેરી વિસ્તારના લોકો ડેબિટ કાર્ડનો ઉપયોગ કરી રહ્યાં છે
સરકારની ‘ડીજીટલ ઈન્ડિયા’ સ્કીમ રંગ લાવી રહી છે. નોટબંધી બાદ ડેબિટ કાર્ડ ધારકોની સંખ્યા ૧૦૦ કરોડને આંબી ગઈ છે. ચાર વર્ષમાં ડીજીટલ ઈન્ડિયાએ શહેરની સાથે સાથે ગામડાઓને પણ સાંકળી લીધા છે. સરકારની મનરેગા યોજના, જનધન યોજનાથી સીધો લાભ ડેબિટ કાર્ડ ધારકોની સંખ્યામાં થયો છે.
જનધનની સાથે સાથે અન્ય એકાઉન્ટમાં પણ ‘રૂપી’ કાર્ડ એ મહત્વની ભૂમિકા ભજવી છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે ૨૦૧૨માં શરૂ થયેલા રૂપી કાર્ડસની સંખ્યા ૫૬૦ મિલિયન હતી જેમાં હવે વધારો થયો છે. બે વર્ષમાં આ વધારે ૨૩૦ મિલિયનને આંબી ગયો છે. બંનેના વેલ્યુ અને ટ્રાન્જેકશનમાં ૧૦૦ ટકાનો વધારો છેલ્લા પાંચ વર્ષમાં નોંધાયો છે. ઓગષ્ટમાં રૂ.૩૨૪ ટ્રિલિયન ટ્રાન્જેકશન થયું હતું. ૨૦૧૩માં રૂ.૧.૬ બિલિયનના ૫૭૯ મિલિયન ટ્રાન્જેકશન થયું.
બેંકના જણાવ્યા પ્રમાણે જનધન ખાતા ધારકોમાં સમજ શક્તિ છે. આ અંગે વધુ જણાવતા કેનેરા બેન્કના જી.એમ.ડેબીટ કાર્ડ એ.કે.સાધુ કહે છે કે ગ્રાહકો જનધન યોજનાની ખેચાઈને બેંકમાં વિવિધ એકાઉન્ટ સ્કીમ અંગે પુછપરછ કરવા આવે છે. તેમને એ પણ સમજાવવામાં આવે છે કે એટીએમ પીન કોઈને આપવી નહીં. તેઓ પેન્શન પ્લાન માટે પણ એકાઉન્ટ ખોલાવે છે. આ ઉપરાંત ૩૦ હજારના અકસ્માત વિમો અને ૧ લાખ રૂપિયાના લાઈફ ઈન્સ્યોરન્સની સુવિધાએ આર્થિક રીતે લોકોને સરકારી સ્કીમમાં ખેંચવા મદદ‚પ થઈ છે. મહત્વનું છે કે ડેબિટ કાર્ડનો ઉપયોગ એટીએમમાંથી રોકડ ઉપાડ માટે જ નહીં.
પરંતુ વેપારી વ્યવહારો માટે પણ કરવામાં આવે છે. પાંચ વર્ષ પહેલા એટીએમ વ્યવહારો ૯૦ ટકા ડેબિટ કાર્ડ વપરાશ વોલ્યુમમાં અને ૯૫ ટકા મુલ્ય વપરાશમાં હતા આજે પોઈન્ટ ઓફ સેલ અને ઈ-કોમર્સ વ્યવહારોના ૩૧ ટકા અને ટ્રાન્ઝેકશનના મુલ્યના ૧૫ ટકા જેટલા છે.
આ અંગે વધુ જણાવતા વિજયા બેન્કના એમડી શંકરા નારાયણને કહ્યું કે, અમે અમારા ગ્રામીણ ગ્રાહકોને ફલીપકાર્ટ, એમેઝોન પર તહેવારોની ઓફરનો લાભ લેવા માટે ઈ-કોમર્સ વ્યવહારો અંગે પણ સમજાવીએ છીએ. ડીબીટ ડિબર્સલ પેટર્ન એ ડેબિટ કાર્ડના વપરાશને પ્રોત્સાહન આપે છે. અગાઉ રૂ.૨૦૦૦ના પેન્શન વિતરણ માટે ગામડે ગામડે જતા તેની જગ્યાએ હવે રાજય અને કેન્દ્ર સરકારની યોજનાઓના લાભાર્થી સીધા એકાઉન્ટમાં પેન્શન ટ્રાન્સફર કરે છે.
મહત્વનું છે કે શહેરી વિસ્તારોમાં રૂ.૨૦૦૦થી ઓછી ડેબિટ કાર્ડ ખરીદી માટેના એમડીઆર (વેપારી ડિસ્કાઉન્ટ રેટ) ચાર્જ સાફ કરવાનો સરકારનો નિર્ણય ખરેખર શોપિંગમાં ડેબિટ કાર્ડનો ઉપયોગ કરવામાં સહાય કરે છે. ઉલ્લેખનીય છે કે અગાઉ ૨૦૦ રૂપિયાની ઓછી ખરીદી કરનારને કાપડ કે સુપર માર્કેટમાં ડેબિટ કાર્ડ યુઝ થતુ ન હતું પરંતુ હવે એમડીઆર માફ થયા પછી ખરીદીમાં પણ લોકો ડેબિટ કાર્ડનો ઉપયોગ કરતા થયા છે. આમ ડિજીટલ ઈન્ડિયા રંગ લાવ્યું છે અને હાલ ડેબિટ કાર્ડ ધારકોની સંખ્યા ૧૦૦ કરોડને આંબી ગઈ છે.