દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તા.2ને શુક્રવારે બપોરે 2 કલાકે ખાસ વીડિયો કોન્ફરન્સ કરી હતી. આ કોન્ફરન્સ દેશભરના ઉદ્યોગ સાહસિકો, નિકાસકારો, સ્ટાર્ટઅપ ધારકો, વેપારીઓ અને નોકરી વાંછુકો માટે કરાઈ હતી. પીએમએ આ તમામ લોકોને એમએસએમઈના લાભ અંગે માહિતગાર કર્યા હતા. રાજકોટમાં વીડિયો કોન્ફરન્સનું આયોજન હેમુ ગઢવી હોલ ખાતે રાખવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ઉર્જામંત્રી સૌરભ પટેલ અને સાસંદ મોહન કુંડારિયા સહિત મોટી સંખ્યામાં ઉદ્યોગ સાહસિકો હાજર રહ્યા હતા. દેશમાં 100 જિલ્લામાં કાર્યક્રમ યોજાયો હતો જેમાં સૌરાષ્ટ્રમાં રાજકોટ અને ગીરસોમનાથ જિલ્લામાં વીડિયો કોન્ફરન્સ યોજાઇ હતી.
જેમાં વીડિયો કોન્ફરન્સ ઉપરાંત કલેક્ટર કચેરી, એમએસએમઈ વિભાગ, ડીજીએફટી, બેંક વગેરે પોત પોતાના વિભાગને લગતી ઈન્ડસ્ટ્રીયલ સ્કીમ લોકો સમક્ષ મુક્યા હતા. કોન્ફરન્સમાં સરકારના અલગ અલગ વિભાગો હાજર રહી લઘુ તથા મધ્યમ ઉદ્યોગોને કેવી રીતે મદદરૂપ થાય તેમજ આ ઉદ્યોગો દેશની પ્રગતિમાં કંઇ રીતે સહયોગ આપી શકે તેની સમજ પણ આપવામાં આવી હતી.