મહાનગરપાલિકા દ્વારા શહેરના જુદા જુદા વિસ્તારોમાં છેવાડાના માનવીને આરોગ્ય સેવા પુરી પડવાના ઉદેશથી જરુરતમંદ શહેરીજનો માટે તાજેતરમાં મા વાત્સલ્ય કેમ્પ યોજાવામાં આવેલ.
આ કેમ્પમાં વિવિધ વિસ્તારના ૧પ૦ પરિવારોને સ્થળ પર જ કાર્ડ કાઢી આપવામાં આવેલ. આ કેમ્પનું ઉદધાટન કમલેશભાઇ મીરાણીના હસ્તે દીપ પ્રાગટયની શુભારંભ કરાવવામાં આવેલ તેમજ કાર્યક્રમની અઘ્યક્ષતામાં બીનાબેન આચાર્ય હાજર રહેલ.
આ કેમ્પમાં બીનાબેન આચાર્ય તથા જયમીનભાઇ ઠાકર દ્વારા મુખ્યમંત્રી અમૃતમ મા કાર્ડ વિશે વિસ્તૃત માહીતી આપવામાં આવેલ. તેમજ આ કેમ્પમાં મહેમાનોનું સ્વાગત પ્રવચન જયમીનભાઇ ઠાકર દ્વારા કરવામાં આવેલ.
આ કેમ્પમાં મોહનભાઇ કુંડરીયા, ધનસુખભાઇ ભંડેરી, નીતીનભાઇ ભારદ્વાજ, ગોવિંદભાઇ પટેલ, અરવિંદ રૈયાણી, લાખાભાઇ સાગઠીયા, ભાનુબેન બાબરીયા વિગેરે મહાનુભાવો વગેરે હાજર રહ્યા હતા.