આવતીકાલથી દિપાવલીના સાત દિવસના મહાપર્વની શરૂઆત થશે દિપાવલીના મહાપર્વની શરૂઆત રમાએકાદશીથી ભાઈબીજ સુધી ગણાય છે. આમ સાત દિવસનો મોટો તહેવાર દિવાળી છે. આસો વદ અગીયારશને સોમવારના 1.11.2021 આ દિવસે રમા એકાદશી છે.
ભગવાન શ્રી કૃષ્ણ યુધિષ્ઠિરને કહે છે કે રાજન રમા એટલે સ્ત્રી એટલે કે નારી તું નારાયણી આખા વિષયની શકિત અને સહનશીલતાનું પ્રતિક તથા તપની મૂર્તિ આમ આ ત્રણેય સંગમથી સ્ત્રી તીર્થ બને છે. અને આદર્શ ગૃહનું નિર્માણ કરે છે. સ્ત્રી સંસારની શોભા છે. પૂર્વે મુચુકુંદ નામનો એક રાજા હતો અને ઈન્દ્રનો પરમ ભકત હતો. મિત્ર હતો આ વિષ્ણુ ભકત કુબેર યમ, વિભીષણનો પણ મિત્ર હતો તેમની પુત્રી ચંદ્ર ભાગા રાજકુમાર શોભનને પરણી હતી.
એક વખતે શોભન પોતાન સાસરે આવે છે. અને ત્યારે આસોવદ દશમના દિવસે રાજા મુચુકુંદ પ્રજાને આદેશ આપે છે કે કાલે એકાદશીનું વ્રત કરવું ફરજીયાત છે. શોભન પણ ઉપવાસ કરે છે. પરંતુ ભુખ અને તરસના લીધે મૃત્યુ પામે છે. ત્યારે રાજાની પુત્રી સતી થવા તે માટે તૈયાર થાય છે. પરંતુ તેમના પિતા તેમને અટકાવે છે. બીજી તરફ શોભન વ્રતના પ્રભાવને લીધે ઈન્દ્રલોકમાં રહેવા લાગે છે. અને ચંદ્રભાગા પણ આ રમાએકાદશીનું વ્રત કરી અને દિવ્યદેહે શોભન પાસે જાય છે. અને ત્યારબાદ બંને સાથે રહે છે.
આમ રમા એકાદશીનો મહિમા પાવન કારી છે. હિતકારી છે. રમાએકાદશીથી લોકો ઘરની બહાર રંગોળી સજાવે છે. તથા આ દિવસથી લોકો પોતાના ઘરની ઉપર દિવળા મૂકે છે.પૂજા ઉપાસનામાં જોઈએ તો રમાએકાદશીથી સાત દિવસ ભાઈબીજ સુધી સુકમના પાઠ સ્થીર લક્ષ્મી મેળવા કરી શકાય છે. તે ઉપરાંત પોતાના કુળદેવીની પુજા તથા ગૂ‚ મંત્રના જપ આ સાત દિવસ સુધી કરવા વધારે ફળદાયક રહેશે.