સુવર્ણ અક્ષરે લખાતી ઐતિહાસિક ઘટનાના સાક્ષી બનવાનો યોગ માસ વિધાનસભાના સભ્યકાળ દરમ્યાન પ્રાપ્ત થયા છે તેની ખુશી છે પરંતુ ૩૧મી ઓકટોબરની ઘટનાએ શિરમોર સમાન છે તેમ રાજકોટના ધારાસભ્ય ગોવિંદ પટેલ એક નિવેદનમાં જણાવે છે.પટેલે વધુમાં જણાવ્યું છે કે, ૨૦૦૭થી વિધાનસભામાં ગયા .
પછી જે ઐતીહાસીક નિર્ણયો સરકારે કર્યા છે તેના ધોળીધજા ડેમથી રાજકોટ જામનગરને પીવાના પાણીની બલ્ડ પાઈપ લાઈન નાખવાનો નિર્ણય, સૂચિત સોસાયટીના મકાનો ઉપર ઈમ્પેકટ ફી લઈને તેને સુરક્ષીત કરવાનો કાયદો પીવાના પાણી માટે સૌરાષ્ટ્ર-કચ્છમાં ૧,૩૦,૦૦૦ કિ.મી.ની પાણીની લાઈન, સમ્પ વગેરેનો નિર્ણય, સૂચિત સોસાયટીઓ અને યુ.એલ.સી.ની જમીન ઉપરના દબાણો રેગ્યુલર કરવાનો કાયદો રાજકોટ અમદાવાદ રોડ ૬ ટ્રેકનો નિર્ણય, મચ્છુ ૨થી આજીડેમને જોડતી પાઈપ લાઈનનો નિર્ણય જેવા અનેક ઘટનાનો સાક્ષી બન્યો છું પરંતુ તેમાં શિરમોર સમી ઘટનાએ ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’નું લોકાર્પણ છે. જીવનભર સરદાર પટેલે અનેક અન્યાયોના કડવા ઘુંટડા પી ગયા છે.
પરંતુ દેશ માટે આવા મહામાનવનો ઈતિહાસ આવતી પેઢી માટે જીવંત રહે અને સમગ્ર દુનિયાના લોકોને પણ ખેંચાઈને ગુજરાત આવવું પડે તેવું નજરાણુ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની કલ્પના અને દુરંદેશી પણાનો અહેસાસ કરાવે છે.
સરદાર પટેલે જે સહનકર્યું અને સમગ્ર જીવન દેશ માટે દર્પણ કર્યું અન્યાયોયને પણ મૂંગા મોઢે સહન કરતા ગયા અને અખંડ ભારતનું મહાકઠીન કામ કરીને જ રહ્યાં સરદાર પટેલનો ઉચિત ન્યાય અપાવવાનો પ્રયાસ ગુજરાત સરકાર અને પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના શિરે જાય છે ઈતિહાસ કોઈના ભૂસવાના પ્રયાસથી ભૂંસાતો નથી ઈતિહાસએ ઈતિહાસ છે તેને વાગોળીને તેને જીવનમાં ઉતારવા માટે આ સ્ટેચ્યુ ઓફ યુનિટી દેશ અને દુનિયાના સરદાર પ્રેમીઓ માટે પ્રેરણારૂપ અને માર્ગદર્શન રૂપ બનશે તેમ અંતે જણાવ્યું છે.