જયરાજસિંહ જાડેજાને રાજ્ય પ્રવેશની મંજૂરી મળી છે જેમાં અડવોકેટ તરીકે નરેન્દ્રસિંહ ઝાલા અને પ્રશાંતભાઈ ખંડેરિયા રોકાયેલ હતા.
પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા, અમરજીતસિંહ જાડેજા અને મહેન્દ્રસિંહ રાણાને દોષિત કરાર કરી આજીવન કેદનો હુકમ કરાયા બાદ જયરાજસિંહ દ્વારા સુપ્રીમ કોર્ટમાં જામીન અંગે અરજી કરી હતી. જે અંગેની સુનાવણી હાથ ધરાતા ગુજરાત બહાર રહેવાની શરતે જયરાજસિંહ જાડેજા સહિતનાનો છૂટકારો થયો હતો.આજે સુપ્રીમ કોર્ટે જયરાજસિંહ જાડેજાને ગુજરાતમાં પ્રવેશવા માટેની મંજૂરી આપી દીધી છે.
જયરાજસિંહ જાડેજાને રાજ્ય પ્રવેશની મંજૂરી મળી છે જેમાં અડવોકેટ તરીકે નરેન્દ્રસિંહ ઝાલા અને પ્રશાંતભાઈ ખંડેરિયા રોકાયેલ હતા.
ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાને ગુજરાત પ્રવેશ પર મંજૂરી મળતા જ ગોંડલમાં તેના નિવાસસ્થાન બહાર તેના સમર્થકોએ ફટાકડા ફોડી ઉજવણી કરી હતી. જેમાં સમર્થકોએ જણાવ્યું હતું કે, આ ખુશીન પળ છે, અમે છેલ્લા ઘણા સમયથી જયરાજસિંહ જાડેજાની ગોંડલમાં આવવા માટેની રાહ જોઇ રહ્યા હતા. ત્યારે આજે સુપ્રીમ કોર્ટે ખુશીના સમાચાર આપ્યા છે જેને અમે વધાવી રહ્યા છીએ.