રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તા.૦૨/૧૧/૨૦૧૮ના રોજ “ગુજરાત અર્બન લાઈવલીહુડ મિશન” અંતર્ગત ઓરિએન્ટેશન વર્કશોપનું આયોજન કરેલ જેનું દીપ પ્રાગટ્ય ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડ ચેરમેન ધનસુખભાઈ ભંડેરીના વરદ હસ્તે કરાયું…
સરકારની યોજનાનો લાભ લાભાર્થી સુધી પહોંચે તેવા પ્રયત્ન કરવા, વર્કશોપમાં ભાગ લેનાર તમામ તાલીમાર્થીઓને મેયરશ્રી બિનાબેન આચાર્યની અપીલ…
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આજ તા.૦૨/૧૧/૨૦૧૮ના રોજ “ગુજરાત અર્બન લાઈવલીહુડ મિશન” અંતર્ગત “શહેરી સમૃદ્ધિ ઉત્સવ” એન.યુ.એલ.એમ. યોજનાના અનુસંધાને એક દિવસના ઓરિએન્ટેશન વર્કશોપનું આયોજન કરવામાં આવેલ છે. જેનું દીપ પ્રાગટ્ય ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડ ચેરમેન ધનસુખભાઈ ભંડેરીના વરદ હસ્તે કરવામાં આવેલ. આ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને મેયર બિનાબેન આચાર્ય ઉપસ્થિત રહેલ. આ પ્રસંગે સાંસદ મોહનભાઈ કુંડારીયા, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, અરવિંદભાઈ રૈયાણી, પુર્વ પ્રમુખ ભીખાભાઈ વસોયા, ડેપ્યુટી મેયર અશ્વિનભાઈ મોલીયા, રાજકોટ શહેર ભાજપ મહામંત્રી દેવાંગભાઈ માંકડ, શાસક પક્ષ નેતા દલસુખભાઈ જાગાણી, દંડક અજયભાઈ પરમાર, શીશુ કલ્યાણ સમિતિ ચેરમેન રૂપાબેન શીલુ, ડેપ્યુટી કમિશનર સી.કે નંદાણી, આસિસ્ટન્ટ કમિશનર હર્ષદ પટેલ વિગેરે ઉપસ્થિત રહેલ.
આ પ્રસંગે ગુજરાત મ્યુનિસિપલ ફાઈનાન્સ બોર્ડ ચેરમેન ધનસુખભાઈ ભંડેરીએ જણાવેલ કે, ભારત સરકારની જુદી જુદી યોજનાઓ કાર્યરત છે. આ યોજનાનો લાભ લાભાર્થી સુધી પહોંચે તે માટે તમામ તાલીમાર્થીઓને વાહક બનવા જણાવેલ. ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પ્રથમ વખત “ઉજ્જવલા યોજના” લાવી, દેશની કરોડો બહેનોને ગેસ આપવામાં આવેલ છે અને બહેનોને ચૂલે રાંધવામાંથી મુક્ત કરેલ છે. આ ઉપરાંત સરકારી યોજનાની સહાય લાભાર્થીને સીધી મળે તે માટે “ધન જન” યોજના પણ અમલ કરેલ છે.
આ પ્રસંગે મેયર બિનાબેન આચાર્યએ જણાવેલ કે, સમાજના જરૂરિયામંદો માટે ભારત સરકારની જુદી જુદી યોજનાઓ જેવી કે જન ધન યોજના, મુખ્યમંત્રી જીવન જયોતિ યોજના, પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના, પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના, રાષ્ટ્રીય પોષણ અભિયાન, અટલ પેન્શન યોજના આ ઉપરાંત રાજ્ય સરકાર દ્વારા પણ ઘણી યોજનાઓ અમલમાં છે. આજના આ વર્કશોપમાં ભાગ લેનાર તમામ તાલીમાર્થીઓ સરકારની તમામ યોજનાઓનો લાભ લાભાર્થી સુધી પહોંચે તેવા પ્રયત્ન કરવા તેમણે અપીલ કરેલ. રાજકોટ મહાનગરપાલિકામાં સંસ્થાગત વિકાસ ઘટક હેઠળ ૯૩૫થી વધુ સખી મંડળો કાર્યરત છે. આ તમામ સખી મંડળોને નિયમિત રીવોલ્વીંગ ફંડ સરકારશ્રી દ્વારા મળી રહ્યું છે. આ ઉપરાંત સ્વરોજગારી માટે લોન પણ આપવામાં આવી રહી છે.
આ વર્કશોપમાં વાંકાનેર, મોરબી, પોરબંદર, છાંયા, જેતપુર, ગાંધીધામ, ભાયાવદર, ઉપલેટા, રાણીવાવ, ધોરાજી, અંજાર, જસદણ, ગોંડલ, કચ્છ, ભુજ, માંડવીની નગરપાલિકાના, સમાજ સંગઠનો, એરિયા લેવલ ફેડરેશનના પ્રતિનિધિઓ મળી, કુલ ૧૬૦ જેટલા પ્રતિનિધિઓએ ભાગ લીધેલ. આ વર્કશોપમાં રાજ્ય સરકારશ્રીની અન્ય સેનિટેશન ફાઈનાન્સિયલ ઇન્કલુઝન, સરકારશ્રીની વિવિધ યોજનાની નિષ્ણાંત તજજ્ઞો દ્વારા તાલીમ આપવામાં આવશે.
આ પ્રસંગે શીશુ કલ્યાણ ખાસ ગ્રાન્ડ સંચાલિત સમિતિ ચેરમેન રૂપાબેન શીલુએ ઉપસ્થિત સૌ મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કરેલ. ત્યારબાદ કમિટીના વાઈસ ચેરમેન દક્ષાબેન ભેસાણીયાએ સૌ મહાનુભાવોને પુસ્તક અર્પણ કરી, સ્વાગત કરેલ. કાર્યક્રમના અંતે આસિસ્ટન્ટ કમિશનર હર્ષદભાઈ પટેલએ આભારવિધિ પ્રગટ કરેલ.