દિલ્હીમાં કુલ ૧.૧૦ કરોડ રજીસ્ટર્ડ વાહનો: ૧૦,૧૫ વર્ષ જુના વાહનો રદ કરવાના નિર્ણયની અમલવારી
દિલ્હીમાં પ્રદુષણ મામલે તંત્ર વધુ સાવધ બન્યું છે. ગૂરૂવારના રોજ દિલ્હી સરકારે સુપ્રીમ કોર્ટને કહ્યું હતુ કે દિલ્હીમાં કુલ નોંધાયેલા ૧.૧૦ કરોડ વાહનોમાંથી ૧૫ વર્ષથી જૂના પેટ્રોલ પર ચાલતા અને ૧૦ વર્ષથી જુના ડિઝલ પર ચાલતા ૪૦ લાખ વાહનોના રજીસ્ટ્રેશન રદ કરવામાં આવ્યા છે.
૨૦૧૫માં નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ અને સુપ્રીમ કોર્ટ દ્વારા ખરડો પસાર કરવામાં આવ્યો હતો કે દિલ્હીમાં નિર્ધારીત સીમા સુધી જ જુના વાહનોનો ઉપયોગ કરી શકાશે. કેન્દ્ર પ્રદુષણ કંટ્રોલ દ્વારા ન્યાયમૂર્તિ મદન બી લોકુરને જણાવવામાં આવ્યું હતુ કે તેમણે ટવીટર અને ફેસબુક ઉપર પ્રદુષણ અંગેની ફરિયાદ નોંધી શકે છે. એનજીટી દ્વારા નિર્ણય લેવાયો હતો કે ૧૦ વર્ષથી જૂના વાહનો ગેરકાયદેસર રહેશે.
પરંતુ ખરડો પસાર થયા છતા કોઈ યોગ્ય કાર્યવાહી કરવામાં આવી નથી વકીલ વસીમ કાદરીએ કહ્યું હતુ જુના વાહનોને પ્લાય રોડ ઉપર પરવાનગી અપાતી નથી ત્યારે કચરા નિવારણના પ્રશ્ર્ને દિલ્હી સ્ટેટ ઈન્ડસ્ટ્રીયલ એન્ડ ઈન્ફ્રાસ્ટ્રકચર ડેવલોપમેન્ટ કોર્પોરેશને કોર્ટને કહ્યું હતુ કે તેઓ પ્રદુષણને ધ્યાનમાં લઈ જરૂરી પગલા લઈ રહ્યા છે.