સિંચાઇ વિભાગના ઉમરેઠી-ર ડેમમાંથી ઉપાડે છે પાણી
રેયોન કંપની પાણી વેરાના ૨ અબજ ૬૦ લાખ જેવી રકમ ભરવામાં ઠાગાઠૈયા કરી રહી છે.સિંચાઇ વિભાગના ઉમરેઠી-ર પરથી ઇન્ડીયન રેયોન કંપની પાણી ઉપાડી રહી છે. કંપની સિંચાઇ વિભાગને ર૦૦ કરોડ ૬૦ લાખની લેણી રકમ ચુકવવામાં ગલ્લા તલ્લા કરી રહી હોય સિંચાઇ વિભાગે પ્રથમ જીલ્લા કલેકટર અને બાદમાં ગુજરાત હાઇકોર્ટમાં ફરીયાદ કરી છે. રેયોન કંપની પાણી વેરાના અબરો રૂપિયા નહી ભરતા જીલ્લાભરમાં ચકચાર જાગી છે.
વેરાવળની ઇન્ડિયન રેયોન કંપની સિંચાઇ વિભાગના ઉમરેઠી-ર ડેમમાંથી પાણી ઉપાડે છે. આશરે બે દાયાકાથી સિંચાઇ વિભાગને બીલ રકમ ચુકવી નથી કંપની જણાવે છે કે કુવામાંથી પાણી ઉપાડવામાં આવે છે તે પોતાની માલીકીનો છે આથી સિંચાઇ વિભાગે કલેકટરને હાઇકોર્ટમાં ફરીયાદ દાખલ કરી છે અને કેમ ચાલી રહ્યો છે. આ મુદ્દે. ન્યાયિક ચુકાદો આવે ત્યારે જ સધળુ થાળે પડશે તેમ સિંચાઇ વિભાગનું માનવું છે.