જસ્ટિસ અકિલ કુરેશીની બદલીની ગુરુવારે રાષ્ટ્રપતિએ સુપ્રિમના ચીફ જસ્ટિસ સાથે પરામર્શ બાદ અંતિમ મહોર મારી દીધી હતી. ત્યારે ગુજરાત હાઈકોર્ટેના એક્ટિંગ ચીફ જસ્ટિસ, તરીકે અનંત એસ દવેની નિયુક્તિ કરવામાં આવી છે. જસ્ટિસ અકિલ કુરેશીની બોમ્બે હાઈકોર્ટની બદલીનું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું. જસ્ટિસ અકિલ કુરેશીની બદલીથી વકીલો નારાજ છે અને આજથી અનિશ્ચિત મુદ્દતની હડતાળ પર ઉતાર્યા છે.
ગુજરાત હાઇકોર્ટમાં બીજા નંબરના સિનિયર જસ્ટિસ અકિલ કુરેશીની સુપ્રીમ કોર્ટના કોલેજિયમ દ્વારા બોમ્બે હાઇકોર્ટમાં બદલીની કરાયેલી ભલામણથી હાઇકોર્ટ બાર એસો.એ ભારે નારાજગી વ્યક્ત કરી હતી અને આજથી અનિશ્ચિત મુદત માટે કામકાજથી અળગા રહેવાનો નિર્ણય કર્યો છે. રાજ્યના તમામ બાર એસોસિએશનને પણ સમર્થન કરવા માટે અપીલ કરાઈ છે.