ટેકાના ભાવે મગફળી ખરીદી સહિતના મુદ્દે કલેકટરને આવેદન: તાત્કાલીક ખેડુતોની માંગણી નહીં સંતોષાય તો ઉગ્ર આંદોલનની ચીમકી
ગુજરાતમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર વિસ્તારમાં મુખ્યત્વે મગફળીનો પાક છે. અને તેના ટેકાના પ્રોત્સાહન ના ભાવ પ્રતિ કવીન્ટલ રૂ ૧૦૦૦૧/- જાહેર કરેલ છે. હકીકતમાં અપૂર્તા વરસાદના કારણે મગફળીનો પાક તૈયાર થતાં ખેડુતો દ્વારા ઉપાડવાથી કામગીરી શરુ થઇ ગયેલ છે.
નાના અને સિમાન્ત ગરીબ ખેડુતોની નાણાકીય જરુરીયાતને લઇને તેમને ઉત્પાદન થયેલ મગફળી બજારમાં અથવા માર્કેટીંગ યાર્ડમાં વેચાણ અર્થે આવશે જેથી નાણાની જરુરીયાત વાળા નાના નાના સરકારના ટેકાના ભાવનો લાભ મળે અને તેમને નીચા ભાવે મગફળી વેચવા મજબુર થતા બચાવવા માટે ખેડુતની નીચેની વિગતે મગફળી ખરીદીની વ્યવસ્થામાં સરકારે તુરંત સુધારો અમલમાં મુકે તેવું ઘટતું કરવા ખેડુત વતી ભારતીય કિસાન સંઘની માંગ સાથે મામલતદાર અને કલેકટરને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું. ખેડુતોની માંગણી નહી સ્વીકારવાનો ઉગ્ર આંદોલનની ચીમકી પણ ભારતીય કિશાન સંઘ દ્વારા અપાઇ છે.