ત્રણ દિવસો પુર્વે ધોરાજી શહેર વિસ્તારમાં નદીબજારમાં જલારામ મોબાઇલ નામની દુકાનમાં થયેલ ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલી બે ઇસમોને ચોરીના મુદામાલ સાથે ગણતરીના દિવસોમાં ઝડપી લેતી રાજકોટ ગ્રામ્ય એલ.સી.બી.
રાજકોટ ગ્રામ્ય જીલ્લાના પોલીસ અધિક્ષકશ્રી બલરામ મીણા સાહેબનાઓની સુચના અન્વયે એલ.સી.બી.ના ઇન્ચા.પો.ઇન્સ. જે.એમ. ચાવડા તથા પો.સબ.ઇન્સ. એચ.એ. જાડેજા ના માર્ગદર્શન મુજબ અનડીટેક્ટ ગુન્હા શોધી કાઢવા ને લગતી કામગીરીમાં હતા તે દરમ્યાન મળેલ હકિકત આધારે ધોરાજી જુનાગઢ રોડ તોરણીયાના પાટીયા પાસેથી બે ઇસમોને પકડી પાડવામાં આવેલ છે.
આરોપીઓ :
(૧) જાવીદભાઇ સતારભાઇ મીનીવાડીયા જાતે- પીંજારા ઉ.વ. ૨૯ રહે- હાલ- રાજકોટ, કોઠારીયા સોલવન્ટ, રસુલપરા
મદ્રેશાની બાજુમાં પીંજારના મકાનમાં મુળ- ધોરાજી, બહારપુરા પાંચપીરની વાડી.
(૨) એજાજભાઇ ઉર્ફે રોક અબુભાઇ ગરાણા જાતે- જુલાયા ઉ.વ. ૨૬ રહે- જુનાગઢ, સરદારબાગની અંદર ઘાંચીપટ
કબજે કરેલ મુદામાલ :
- મોબાઇલ ફોન નંગ-૪૯ કિ. રૂ. ૮૫,૫૦૦
- હિરો હોન્ડા કંપનીનું ગ્લેમર મો.સા. નં. GJ-03-CH-2795 કિ.રૂ. ૨૫,૦૦૦ મળી કુલ રૂ. ૧,૧૦,૫૦૦
- આ કામના આરોપીઓએ પોતાને આર્થીક લાભ થાય તે માટે રાત્રીના સમયે ધોરાજી નદી બજારમાં આવેલ જલારામ મોબાઇલની દુકાનના શટર તોડી કુલ-૪૬ મોબાઇલની ચોરી કરી ગુન્હો કર્યા બાબત.
આ કામગીરીમાં રાજકોટ ગ્રામ્ય એલ.સી.બી.ના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ. શ્રી જે.એમ.ચાવડા તથા પો.સબ ઇન્સ. શ્રી એચ.એ.જાડેજા તથા એ.એસ.આઇ. મહેશભાઇ જાની, પ્રભાતભાઇ બાલાસરા તથા પો.હેડ કોન્સ. મહિપાલસિંહ જાડેજા, અનીલભાઇ ગુજરાતી, રમેશભાઇ બોદર, રવીભાઇ બારડ, અમિતભાઇ પટેલ, બ્રિજરાજસિંહ જાડેજા તથા પો.કોન્સ. જયેન્દ્રસિંહ વાઘેલા, દિવ્યેશભાઇ સુવા, મનોજભાઇ બાયલ, રસીકભાઇ જમોડ, ભાવેશભાઇ મકવાણા, કુમારભાઇ ચૌહાણ, તેજશભાઇ મહીધરીયા, અમુભાઇ વીરડા તથા વિનયભાઇ રાજપુત નાઓ દ્રારા કરવામાં આવેલ છે.