અમેરિકાના વીઝા કે ગ્રીન કાર્ડ ધરાવનાર ભારતીય નાગરીકને એક વખત એક્સટેન્શનના વિકલ્પ સાથે ૧૪ દિવસના વીઝા મળશે
અમેરિકાના વીઝા કે ગ્રીન કાર્ડ ધરાવનારા ભારતીય નાગરીકો માટે દુબઇમાં વીઝા ઓન અરાઇવ સુવિધા શરુ કરવામાં આવી છે.
ગઇકાલ આ સુવિધાનો લાભ લેનાર પ્રથમ મુસાફર દુબઇ એરપોર્ટ પહોંચી ગયો હતો. તેનું દુબઇ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર સ્વાગત કરવામાં આવ્યું હતું. માર્ચની શરુઆતમાં યુએસની કેબીનેટ દ્વારા અમેરિકાના વીઝા કે ગ્રીન કાર્ડ ધરાવનારા ભારતીય નાગરીકોને વીઝા ઓન અરાઇવની તા.૧ મેથી સુવિધા આપવાના નિર્ણયને પાસ કરવામાં આવ્યો હતો.
ભારત અને યુએસ વચ્ચે રાજકીય આર્થિક અને વ્યવસાયીક સહયોગ જળવાઇ રહે તે માટે આ મહત્વનો નિર્ણય લેવાયો છે. હવેથી ભારતીય નાગરીક ૧૪ દિવસના સમયગાળા માટે કોઇપણ પોઇન્ટથી દુબઇમાં પ્રવેશ કરી શકશે. આ વીઝા ઓન અરાઇવ એક વખત એકસટેન્શન થઇ શકશે.