ડો.ધવલ ગોધાણીને એવોર્ડ એનાયત કરતા કેન્દ્રીય મંત્રી પુરુષોતમ રૂપાલા: ૩૬૦૦૦ થી વધુ દર્દીઓનું નિદાન: ‘અબતક’ની શુભેચ્છા મુલાકાત લેતા ડો.ધવલ ગોધાણી

વ્યવસાયમાં કૌશલ્યની વાત આવે ત્યારે આપણા ગુજરાતનું નામ મોખરે આવે અને ખાસ કરીને સૌરાષ્ટ્ર-કચ્છ. જેને ધ્યાનમાં રાખીને ૯૪.૩ માય એફએમના દ્વારા અલગ-અલગ ક્ષેત્રે નામના મેળવનાર અને સૌરાષ્ટ્ર-ગુજરાત સાથે ભારતનું નામ રોશન કરનાર તમામ મોખરાનાં એન્ટ્રેપ્રેન્યોર્સને એકસેલન્સ કેન્દ્રીય કૃષિ રાજયમંત્રી પુરુષોતમભાઈ રૂપાલાના હસ્તે એવોર્ડ આપી સન્માનીત કરાયા હતા.

જેમાં સૌરાષ્ટ્ર-કચ્છમાં આરોગ્ય ક્ષેત્રે અનેક સેવાઓ પ્રદાન કરી અગ્રેસર રહેનાર રાજકોટની સેલસ હોસ્પિટલને એકસેલન્સ ઈન પોલીટ્રોમા એન્ડ ઈમરજન્સી કેર અને એકસેલન્સ ઈન હોસ્પિટલ એન્ડ હેલ્થકેર મેનેજમેન્ટ એમ બે એવોર્ડ આપી સન્માન કરાવવામાં આવ્યું હતું. ઝળહળતી સિદ્ધિ બદલ ડો.ધવલ ગોધાણીએ અબતકની શુભેચ્છા મુલાકાત લીધી હતી.

એક જ વર્ષના ટુંકાગાળામાં પ્રગતિનો પંથ કાપી લેનાર સેલસ હોસ્પિટલના મેડિકલ ડિરેકટર ડો.ધવલ ગોધાણીએ જણાવ્યું હતું કે, આરોગ્ય જેવા સેવાકિય ક્ષેત્રે આજે સૌરાષ્ટ્ર-કચ્છમાં ઘણી કોર્પોરેટ હોસ્પિટલો શરૂ થઈ છે ત્યારે તેની વચ્ચે સેલસ હોસ્પિટલની ૯૪.૩ માય એફએમ દ્વારા પસંદગી કરવામાં આવી તે રાજકોટ માટે ગૌરવની વાત છે.

ઘણાબધા પાસાઓને ધ્યાનમાં લઈ આ એકસેલન્સ એન્ટ્રેપ્રેન્યોરમાં સેલસની પસંદગી થઈ. જે અંતર્ગત તહેવારોમાં ૨૪ કલાક અને ૩૬૫ દિવસ અવિરત આરોગ્ય સેવાઓ ડોકટર સાથે ઉપલબ્ધ બન્યા, ઈમરજન્સીમાં દર્દીઓને માત્ર ૩ જ મિનિટમાં એટેન્ડ કરવામાં આવ્યા. તમામ પ્રકારના સાધનો સાથેનું સૌરાષ્ટ્રનું શ્રેષ્ઠ ઓપરેશન થીયેટર આપ્યું, વધુમાં આઈસીયુ સાથે દર્દી નારાયણની સેવામાં ન્યુરો, ઓર્થો અને જનરલ સર્જનની ટીમ ખડેપગે રહી.

ડો.ધવલ ગોધાણીએ વધુમાં જણાવ્યું હતું કે, હાડકામાં થતા કેન્સરની સારવાર લેવા દર્દીઓને અમદાવાદ કે મુંબઈ જવું પડતું હવે તેની સારવાર સેલસ હોસ્પિટલમાં ઉપલબ્ધ બની. ખાસ કરીને દર્દીઓની સાર સંભાળ લેવા સૌરાષ્ટ્રમાં પ્રથમ વર્ષે જ ૨૦ થી વધુ વિનામૂલ્યે સર્વરોગ નિદાન કેમ્પ કર્યા અને વિનામૂલ્યે દવાઓ આપી સર્વરોગ નિદાન કેમ્પમાં ન્યુરો, ઓર્થો, લેપ્રોસ્કોપી અને જનરલ સર્જરી, ગેસ્ટ્રો, યુરો અને ઓન્કો (કેન્સર)ની સર્જરી એક જ સ્થળે ઉપલબ્ધ કરાવ્યા. રેડિયોલોજી અને પેથોલોજીની સેવાઓ, સૌરાષ્ટ્રનું સૌથી મોટું મોડયુલર ઓપરેશન થીયેટર તેમજ કલાસ ૧૦૦ લેમીનાર ફલો જેવા બે ઓપરેશન થીયેટર, ૪૫૦થી વધુ સર્જરી, ૫૪૦૦ દાખલ થયેલા દર્દીઓ અને ૩૬૦૦૦થી વધુ દર્દીઓને તપાસી નિદાન કરી રોગમુકત કર્યા છે.

તાજેતરમાં ખીરસરા પેલેસ ખાતે એવોર્ડ સમારંભ યોજાયો હતો. જેમાં સેલસ હોસ્પિટલવતી ડો.ધવલ ગોધાણીએ બે એવોર્ડ સ્વિકાર્યા હતા. જેમાં કેન્દ્રીય કૃષિ રાજયમંત્રી પુરુષોતમભાઈ ‚પાલાના હસ્તે એકસેલન્સ ઈન પોલીટ્રોમાં એન્ડ ઈમરજન્સી તથા એકસેલન્સ ઈન હોસ્પિટલ એન્ડ હેલ્થકેર મેનેજમેન્ટનો બીજો એવોર્ડ રાજકોટ શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલના હસ્તે મળ્યો હતો. કુલ ૪૮ એવોર્ડ અપાયા હતા. આ પ્રસંગે ડો.ધવલ ગોધાણીએ લોકોને તેમના સ્વાસ્થ્યની જવાબદારી સોંપવા અને સેલસ પર ભરોસો મુકવા બદલ સહુનો હૃદયપૂર્વક આભાર વ્યકત કર્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.