બોટલો પથ્થરો વડે સામસામે પ્રહારો થતા પોલીસ કાફલો ઘટના સ્થળે
મોરબીના જોન્શનગરનું એક જુથ તથા ઘાંચી શેરીના બીજા જૂથ વચ્ચે સામુ જોવા જેવી નજીવી બાબતે ગત રાત્રે લાતી પ્લોટ શેરી નં.૧૧ના પાકા પાસે હથીયારો સાથે અથામણ થતા બંને જુથે એકબજા પર સોડાની બોટલો અને પથ્થરોના છૂટા ઘા કરીને ભારે ધમાસણની ઘટનાની જાણ થતા એસપી, ડીવાયએસપી, તથા એ ડીવીઝન પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી જઈને કેટલાક તોફાનીઓની અટકાયત કરીને મામલાને કાબુમાં લીધો હતો.
બાદમાં જોન્શનગર જૂથના શબ્બીર હુસેન ખોડેએ ડીવીઝનમાં ફરિયાદ નોંધાવી હતી કે, તેના કાકાના દિકરા અસલમ સાથે આરોપી અનવર દિલાવરને સામુ જોવા બાબતે બોલાચાલી થયાબાદ આરોપીઓ જુસબ ગુલામ હુશેન, હની હુશેન મોવર, અબ્દુલ ભટ્ટી, અબીબભાઈ ભટ્ટી, અનવર દિલાવર હસુ મહેબુબ મીયાણા, ઈમરાન દિલાવર મોવર અને અન્ય અજાણ્યા ૧૦થી ૧૫ શખ્સોએ હથીયારો તથા સોડાની બોટલો અને પથ્થરોના ઘા કરી હુમલો કર્યો હતો.
જયારે ઈસુભાઈ વલીમામદ નોતીયારે વળતી ફરિયાદ નોંધવતા જણાવ્યું હતુ કે આરોપી હુશેન સીદીક ખોડ, જુસબ હૂશેન ખોડ, સલીમ ગુલામ, સીકંદર ગુલામ, ઈમરાન હૂશેન, ટીકુ ગુલા, હુશેન ખોડના ભાઈના ત્રણ છોકરા તથા અજાણ્યા ૫ થી ૬ માણસોએ તેમના જૂથ પર હથીયારો તથા સોડાની બોટલો અને પથ્થરોથી હુમલો કર્યાની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે બંને પક્ષની ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી છે.