પેશકદમીના મામલે કરેલી જાહેર હિતની અરજીનો ખાર રાખી ૧૧ શખ્સોએ મારમાર્યો
લીલીયા તાલુકાના ભીંગરાડ ગામે મળતીયાઓ દ્વારા આડેધડ બાંધકામ કરી કબજો જમાવ્યો હોય આ જમીનને ખુલ્લી કરાવવા અને દબાણો હટાવવા નરનારાયણ આશ્રમના સાધુ દ્વારા હાઈકોર્ટમાં પીઆઈએલ કરી હોય જેનો ખાર રાખી ૧૧ શખ્સોએ આશ્રમમાં ઘસી આવી તેના પર પ્લાસ્ટિકના પાઈપ વડે હુમલો કરી તેમજ એક યુવકને જ્ઞાતિ પ્રત્યે હડઘુત કરવાની લાઠી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.
પોલીસ સુત્રોમાંથી જાણવા મળતી વિગત અનુસાર અહીં આવેલ નરનારાયણ આશ્રમમાં ગામમાં રહેતા ઈસુબ હાજી, નજીર ઓસમાણ, ઈમરાન ઓસમાન, ઓસમાન સુલેમાન, બાલા લખમણ ગજેરા, ધી વલ્લભ, રસીક મનુ ભાદાણી, પરેશ દયાળ, અશોક રવજી, ભરત નનુભાઈ, પ્રવિણ નનુભાઈ નામના શખ્સો ગેરકાયદે આશ્રમમાં ઘસી આવ્યા હતા.
આ શખ્સોએ ગાળો બોલી મંદિરમાં સીતારામબાપુ ગુ માધવદાસજી પર પ્લાસ્ટિકના પાઈપ વડે હુમલો કરી ઈજા પહોંચાડી હતી. આ દરમિયાન લલીતભાઈ ગોવિંદભાઈ સોલંકી તેને છોડાવવા જતા આ શખ્સોએ તેને જ્ઞાતિ પ્રત્યે હડઘુત કરી મારી નાખવાની ધમકી આપી હતી.