કન્ઝ્યુમર મેળા, સંસ્કૃત પ્રદર્શની અને રૂબેલા વેક્સિનેશન કેમ્પનો મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો.
વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ સંલગ્ન તેમજ સૌરાષ્ટ્ર શિક્ષણ અને સેવા સમાજ સંચાલિત સરસ્વતી વિદ્યામંદિર સંકુલ રણછોડનગર કન્યા શાળા દ્વારા કન્ઝ્યુમર મેળા, સંસ્કૃત પ્રદર્શની અને રૂબેલા વેક્સિનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.આ ત્રિવિધ કાર્યક્રમનું ઉદ્દઘાટન રાજકોટનાં મેયર બીનાબેન આચાર્ય અને ડે.મેયર અશ્વિનભાઈ મોલિયા દ્વારા કરવામાં આવ્યું હતું.
બે દિવસીય યોજાયેલા કન્ઝ્યુમર મેળા અને સંસ્કૃત પ્રદર્શનીમાં શાળાની વિદ્યાર્થીનીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો તેમજ લોકોએ પણ મોટી સંખ્યામાં આ કન્ઝ્યુમર મેળા, સંસ્કૃત પ્રદર્શની અને રૂબેલા વેક્સિનેશન કેમ્પની મુલાકાત લીધી હતી. સંસ્થાના ચેરમન અપૂર્વભાઈ મણીઆર, મેનેજીંગ ટ્રસ્ટી બળવંતભાઈ જાની, ટ્રસ્ટીશ્રીઓ પલ્લવીબેન દોશી, રમેશભાઈ ઠાકર, કેતનભાઈ ઠક્કર, અનીલભાઈ કિંગર, હસુભાઈ ખાખી, અક્ષયભાઈ જાદવ, કીર્તિદાબેન જાદવ અને રણછોડભાઈ ચાવડાએ પ્રધાનચાર્ય દર્શનાબેન દોમડીયા અને કન્યાશાળાની વિદ્યાર્થીની બહેનોનાં આયોજન તથા પ્રયાસને બિરદાવ્યા હતા.