પાકિસ્તાન-ચીનના પ્રોજેકટથી ભારતીય સંપ્રભુતા અને ક્ષેત્રીય અખંડતાનું ઉલ્લંંઘન-વિદેશ મંત્રાલયના પ્રવકતા રવીશકુમાર
પાક-ચીન ‘હરામીપણા’ પર ઉતરી આવ્યા હોયતેમ લાગીરહ્યું છે. પાકિસ્તાન હવે, પાક અધિકૃત કાશ્મીરમાં બસ સેવા શરૂ કરવા જઈ રહ્યું છે. જેનો ભારતે ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે. વિદેશી મંત્રાલયના પ્રવકતા રવીશકુમારે આ અંગે કહ્યું છે કે, પાકિસ્તાને આ પ્રોજેકટ શરૂ કરી ભારતની સંપ્રભુતા અને ક્ષેત્રનું ઉલ્લંઘન કર્યું છે. જેને સાંખી લેવાશે નહિ.
ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાન અને ચીને સંયુકત રીતે મળી ‘ચીન-પાકિસ્તાન ઈકોનોમીકકોરીડોર પ્રોજેકટ’ અંતર્ગત કબ્જાગ્રસ્ત કાશ્મીરમાં બસ સેવા શરૂ કરવાના છે. પાકિસ્તાન મીડીયામાં પ્રકાશિત થયેલા અહેવાલ મુજબ, આ બસ સેવા એક પ્રાઈવેટ ટ્રાન્સપોર્ટ કંપની દ્વારા સંચાલીત કરાશે અને આ સેવાનું લોન્ચિંગ આગામી ૧૩ નવેમ્બરે કરવામાં આવે તેવી ધારણા છે.
ચીન સાથે સારા સંબંધો વિકસાવવા પાકે કરાર હેઠળ બસ સેવા શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. આ અંગે વિદેશ મંત્રાલયના પ્રવકતાને પ્રશ્ર્ન પૂછતા તેઓએ જવાબમાં જણાવ્યું હતુ કે, પીઓકેમાં બસ સેવા શરૂ કરવાને લઈ પાક ચીન સામે ભારતે વિરોધ નોંધાવ્યો છે. આ બસ સેવા ભારતીય ક્ષેત્રની અખંડતાનું ઉલ્લંઘન ગણાશે. ભારતનો હંમેશા એજ મત રહ્યો છે કે વર્ષ ૧૯૬૩ના ચીન પાકિસ્તાનના બાઉન્ડરી કરાર ગેરકાયદે અને અમાન્ય છે. આજે પણ ભારત આજ માને છે આથી બંને દેશો વિરૂધ્ધ ભારત વિરોધ કરશે.