ગાંધી કુટુંબનું ‘હેરાલ્ડ હાઉસ’ મુશ્કેલીમાં!!

પ્રિન્ટીંગ પ્રેસ સ્થાપવાને બદલે હેરાલ્ડ હાઉસની બિલ્ડીંગો કોંગ્રેસે ભાડે આપી દીધી હોવાનો ઘટસ્ફોટ

હેરાલ્ડ હાઉસને લઇ કોંગ્રેસ અઘ્યક્ષ રાહુલ ગાંધી અને સોનીયા ગાંધીની મુશ્કેલી વધી છે. રાજધાની દિલ્હીમાં સ્થિત આ હેરાલ્ડ હાઉસની જગ્યાનો પ્રયોજનથી વિરુઘ્ધ ઉપયોગ કરવા બદલ ગાંધી કુટુંબ નવી મુશ્કેલીમાં ધેરાયું છે. કારણ કે કેન્દ્ર સરકારે આ જગ્યા ગેરકાયદેસર ઉપયોગને લઇ હેરાલ્ડ હાઉસને હસ્તગત કરવાનો નિર્ણય કર્યો છે.

સરકારે આ હેરાલ્ડ હાઉસની જગ્યા પ્રિન્ટીંગ પ્રેસ માટે આપી હતી પરંતુ કોંગ્રેસે તેનો ગેરકાયદેસર ઉપયોગ કરી હાઉસની મોટાભાગની બિલ્ડીગો ભાડાપટ્ટા પર આપી રૂપિયા હજમ કરી લીધા હોવાનું ખુલ્યું છે. અહેવાલો ના જણાવ્યા મુજબ હેરાલ્ડ હાઉસમાં પ્રીન્ટીંગ પ્રેસ સ્થાપવાને લઇ અત્યાર સુધી કોઇ કાર્યવાહી થઇ જ નથી. આથી જમીન વહેંચણીને સંબંધીત શરતોનું ઉલ્લંધન કરવા સામે કેન્દ્ર સરકારે જાહેરાત કરી છે કે આ હેરાલ્ડ હાઉસ કોંગ્રેસ પાસેથી જપ્ત કરી લેવાશે.

અધિકારીઓએ આ અંગે માહીતી આપતા જણાવ્યુઁ કે તમામ ઉચ્ચ પ્રકારની તપાસ કરાયા બાદ જ હેરાલ્ડ હાઉસની જપ્તીનો આદેશ કરાયો છે. પ્રિન્ટીંગ પ્રેસ માટે જમીન અપાઇ હતી. પરંતુ તેના બદલે બીલ્ડીંગો ભાડે આપી દેવામાં આવી છે. જે શરતો અને નિયમોનું ઉલ્લધન છે.

તો આ સામે કોંગ્રેસ પ્રવકતા મનીષ તિવારીએ કહ્યું કે, રાજકીયરુપથી હેરાલ્ડ હાઉસને જોવાઇ રહ્યું છે અને જો કોઇ કાર્યવાહી થશે તો અને તેને સર્વોચ્ચ અદાલતમાં પડકારીશું.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.