શૌર્યવાન,, બુઘ્ધિમાન અને તેજસ્વી સંતાન પ્રાપ્તિ માટે ભારતની ઋષી પરંપરા અને આયુર્વેદ પાસે ઉતમ વૈજ્ઞાનિક માર્ગ છે. જેને અપનાવી આજે પણ ઉતમ સતતિ પ્રાપ્ત થઇ શકે છે. તેમ ડો. કરીશ્માબેન નારવાણી એ આરોગ્ય ભારતી અને સરકારી આયુર્વેદ વિભાગ અંતર્ગત લોકવિજ્ઞાન કેન્દ્ર ખાતે યોજાયેલ સુપ્રજા ર્ગભ સંસ્કાર વિજ્ઞાન ના સેમીનાર માં જણાવેલ હતું. આરોગ્ય ભારતી દ્વારા યોજાયેલ આ સેમીનારમાં આરોગ્ય ભારતીની વિસ્તૃત પરિચય પ્રાંત સચિવ ડો. જયસુખ મકવાણાએ આપ્યો હતો.
આયુર્વેદક અધિકારી ડો. ભાનુભાઇ મેતા અને લોકવિજ્ઞાન કેન્દ્રના નિયામક ડો. ભાયાણી ઉ૫સ્થિત રહ્યા હતા. મંચ સંચાલન પ્રો. ડો. વિજય પીઠડીયા કરેલ આભાર દર્શન ભરત કોરાટે કર્યુ હતું. રાજકોટના સંયોજક ડો. ભાસ્કર ભટ્ટ, ડો. મોનીકા ભટ્ટ, જાગૃતિ ચૌહાણ, રેખાબેન ચૌહાણ, પ્રવીણ ગીરી ગોસ્વામી, ડો. જીતેશ પાદરીયા, ડો. ગૌરાંગ વ્યાસ, વિપુલ પરમાર, ડો. હાર્દિક જોબન પુત્રા તપન પંડયા, અને આનંદ નસિંગ ના સ્ટાફે સર્વ વ્યવસ્થા માં સહયોગ આપ્યો હતો.