સરદાર વલ્લભભાઇ પટેલ સહિતના ક્રાંતિવીરોના પોસ્ટરો અને દેશભક્તિના ગીતો સાથે ભારતના ઐતિહાસિક સ્થળોની મુલાકાત કરાવશે યુનિટી એક્સપ્રેસ
સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાના ઉદઘાટન સમારંભ નિમિતે ભારતીય રેલવે દ્વારા વિશેષ પ્રવાસી ટ્રેન એકસપ્રેસને લીલીઝંડી અપાઈ હતી. આ ટ્રેન મુસાફરોને ભારતના ઐતિહાસિક અને સાંસ્કૃતિક સ્થળોની મુલાકાત કરાવશે. આશરે ૫૦૦ પેસેન્જરો આ ટુરમાં જોડાયા હતા. ૧૪ રાત અને ૧૨ દિવસ સુધી આ ટ્રેનમાં પેસેન્જરોને ભારતના અલગ-અલગ સ્થળોએ મુલાકાત કરાવશે.
મુખ્ય સર્તકતા અધિકારી સુશાંતકુમાર પટનાયકે જણાવ્યું હતું કે, ભારતીય રેલ અને ઈન્ડિયન રેલવે કેટરીંગ એન્ડ ટુરીઝમ કોર્પોરેશન લીમીટેડ સરદાર વલ્લભભાઈ પટેલ આપણા સ્વાધીન ભારતના પહેલા એમની યાદમાં આ ટ્રેનની શરૂઆત કરવામાં આવે છે. ૩૧ ઓકટોબર ૨૦૧૮ના રોજ અને આ ભારતના જે ઐતિહાસિક સ્થળો તથા કલ્ચરલ સ્થળોની મુલાકાત લેશે. આ ટ્રેન ૧૪ રાત અને ૧૨ દિવસ સુધી ચાલશે. તીરૂપતી, રામેશ્વર, કન્યાકુમારી અને અંતમાં શીરડી આ ટ્રેનનું લાસ્ટ સ્ટોપ રહેશે.આ ટ્રેનમાં આશરે ૫૦૦ પેસેન્જર સફર કરશે તથા અમારા કેટરીંગના સભ્યો પણ સફર કરશે. આ ટ્રેનની અંદર મુખ્ય ખાસીયત એ છે કે પુરી ટ્રેનમાં લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલના જીવન વિશેના પોસ્ટરો, ફોટોગ્રાફ સાથે રાખવામાં આવ્યા છે તથા આપણા દેશના ક્રાંતીવીરોના પણ જીવન વિશે પોસ્ટરો લગાવવામાં આવ્યા છે તથા આ ટ્રેનમાં વિવિધ પ્રાંતોથી બધા લોકો સાથે મળીને સફર કરવાના છે. જેથી આ એક એકતાનું મોટુ ઉદાહરણ છે તથા લોકોમાં દેશપ્રેમને જાગૃત કરવાના હેતુથી ટ્રેનમાં દેશભકિત ગીતો પણ વગાડવામાં આવશે.
મુસાફર સવજીભાઈ બજાણીયાએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, અમે જુનાગઢથી ૨૨ લોકો આવ્યા છીએ. બધા હાઈસ્કુલના ટીચરો છીએ. આ યુનિટી એકસપ્રેસને ભારત સરકાર તરફથી આ ટ્રેન શરૂ કરવામાં આવી છે. ખુબ જ સુંદર અને વ્યવસ્થા પણ સારી છે.
આ સફર ખુબ જ સુખદાયક છે. અહીંનો સ્ટાફ પણ જે રેલવે ડિપાર્ટમેન્ટનો છે એ ખુબ જ સુંદર રીતે કામગીરી કરી રહી છે અને હું પણ દર વર્ષે મુસાફરી કરુ છું. આ ટ્રેનમાં સવારમાં ચા-નાસ્તો મળે છે. બપોરનું ભોજન મળે છે અને જયાં-જયાં સ્ટેશને જઈએ છીએ ત્યાં ભારત દર્શન તરફથી લકઝરી બસોનું પણ વ્યવસ્થા કરવામાં આવે છે અને અમે ટ્રેનમાંથી ઉતરી સીધા બસમાં બેસી અને બધા સ્થળોની મુલાકાત કરાવે છે.