વિવિધ માંગો અંગે ત્વરિત નિર્ણયની માંગ સાથે અમરેલી જીલ્લા કલેકટરને આવેદન.
અમરેલી ખાતે અમરેલી જિલ્લાના પાંચય ધારાસભ્ય ગુજરાત વિધાન સભા વિપક્ષ નેતા પરેશભાઈ ધાનાણી સહિત લાઠી બાબરા દામનગર ના વિરજીભાઈ ઠુંમર બગસરા ના જે. વી . કાકડીયા સાવરકુંડલા ના પ્રતાપભાઈ દુધાત રાજુલા ના અમરીશભાઈ ડેર સહિત ની આગેવાની હેઠળ ખેડૂતદેવા માફી પાકવીમો અછતગ્રસ્ત હેઠળ ની વિવિધ સહાય ની માંગ કરતી રેલી સૂત્રચાર સાથે જિલ્લા ભર ના ખેડૂતો ની વિવિધ માંગ સાથે અમરેલી જિલ્લા કલેકટર શ્રી ને આવેદન પત્ર પાઠવ્યું અમરેલી જિલ્લામાં આફત ના એંધાણ છે.
ત્યારે અમરેલી જિલ્લાને અછતગ્રસ્ત જાહેર કરવા માટે એક દિવસના પ્રતિક ઉપવાસ કાર્યક્રમમાં હાજરી આપી અને અમરેલીના પાચેય ધારાસભ્યો ને લાઠી તાલુકાના કોંગ્રેસના આગેવાનો સાથે લાઠી તેમજ બાબરા તાલુકાના ના ખેડૂતોને પડતી વિવિધ મુશ્કેલીઓ ના નિરાકરણ માટેની ચર્ચા કરવામાં આવી ત્યારબાદ અમરેલી કલેકટરશ્રીને રેલી સ્વરૂપે આવેદનપત્ર આપવામાં આવ્યું આ તકે જિલ્લા ભર માં થી અનેકો ગ્રામ્ય વિસ્તારો માં થી ખેડૂતો પશુપાલકો સરપંચો સદસ્યો તાલુકા પંચાયત જિલ્લા પંચાયત પ્રમુખ સદસ્યો અને કાર્યકરો ની વિશાળ હાજરી માં એક દિવસ પ્રતીક ઉપવાસ બાદ જિલ્લા કલેકટર અમરેલી ને ખેડૂત દેવા માફી પાકવીમો ઘાસચારો પાણી વીજળી બિલ રાહત સહિત અનેકો માંગ સાથે જિલ્લા ને અછત ગ્રસ્ત જાહેર કરી વિવિધ માંગો અંગે ત્વરિત નિર્ણય ની માંગ કરવા માં આવી હતી.