hospital

આજે રાષ્ટ્રીય એકતા દિવસે વિશ્વની સૌથી ઊંચી 182 મીટરની સરદાર પટેલની પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટીનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે લોકાર્પણ થશે. જેના માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેવડીયા ખાતે પહોંચી ગયા છે. જ્યાં તેઓએ વેલી ઓફ ફ્લાવર્સની મુલાકાત લીધી હતી.

સ્ટેચ્યૂ ઓફ યુનિટીના લોકાર્પણને લઇને કેવડિયામાં ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. પાંચ હજારથી વધુ પોલીસ કર્મચારી બંદોબસ્તમાં જોડાયા છે. SPG પણ સ્ટેચ્યૂ ઓફ યુનિટીની સુરક્ષામાં તહેનાત કરવામાં આવી છે. સ્ટેચ્યૂ ઓફ યુનિટીના લોકાર્પણ સાથે જ ગુજરાત વિશ્વમાં સૌથી ઊંચી પ્રતિમા ધરાવવાનો ઈતિહાસ સર્જશે. નર્મદા મંત્ર, ગણેશ મંત્ર-સ્વસ્તિ વાંચન સાથે જલાભિષેક થશે. પ્રતિમાના ચરણોમાં મોદી દીપ પ્રાગટ્ય કરશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.

hospital