લાલજીભાઈ પટેલ રેલીનું પ્રસ્થાન કરાવશે: રેલી રેસકોર્સ રીંગરોડથી શરૂ થઈને બેડી યાર્ડે વિરામ પામશે
અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબની જન્મજયંતિ નિમિતે સરદાર પટેલ ગ્રુપ દ્વારા કાલે કર્મવીર રેલીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.જે અંગે વિસ્તૃત વિગત આપવા એસપીજીનાં ચંદ્રેશભાઈ ખુંટ, ઉમેશભાઈ ઝાલાવાડીયા, હિરેન વેકરીયા અને પ્રતિક ગઢીયાએ ‘અબતક’ની શુભેચ્છા મુલાકાત લીધી હતી.
આ રેલીની શરૂઆત સરદાર પટેલની પ્રતિમા રેસકોર્ષ રીંગરોડ ખાતેથી રેસકોર્ષથી પંચાયત ચોક સવારે ૮ કલાકે ૮૦ ફીટ રોડ બોલબાલા માર્ગ લાલપાર્ક ચોક આહિર ચોક પટેલ ચોક કોઠારીયા મેઈન રોડ ૧૧ કાકે સોરઠીયાવાડી સર્કલ ૮૦ ફૂટ ચોકડી ભાવનગર રોડ સંતકબીર રોડ ૧૨ કલાકે જલગંગા ચોક- ડી.કે. ચોક, સેટેલાઈટ ચોક ડી.માર્ટ ૧ કલાકે જુનુ જકાત નાકુ બેડીયાર્ડ ખાતે સમાપ્ત થશે.
આ રેલીનું પ્રસ્થાન વહેલી સવારે ૮ વાગે એસપીજી અધ્યક્ષ લાલજીભાઈ પટેલ અને સૌરાષ્ટ્ર અધ્યક્ષ જસ્મીનભાઈ પીપળીયા તેમજ નિવૃત આર્મી એસો. દ્વારા ક્રવામાં આવશે આ રેલીમાં દરેક જ્ઞાતીન ૫૬થી વધુ સંસ્થાઓનો સહકાર થવાનો છે.આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સૌરાષ્ટ્ર અધ્યક્ષ જસ્મીનભાઈ પીપળીયા તેમજ રાજકોટ એસપીજી ટીમે જહેમત ઉઠાવી છે.