Baahubali 2 જ્યારથી રિલીઝ થઇ છે ત્યારથી Baahubali 2 દરરોજ કંઇક નવા રેકોર્ડ બનાવે છે. ફિલ્મના હિંદી વર્ઝનના ચાર દિવસનાં આંકડા આવી ગયા છે. જેને જોઈ દરેક હેરાન રહી ગયા છે. જ્યાં આ વર્ષે રિલીઝ થયેલ ઘણી ફિલ્મોને સોમવારે કમાણી કરવી મુશ્કેલ પડતી તો બીજી તરફ, બાહુબલી ૨ એ સોમવારે 37 કરોડ રૂપિયાનો બિઝનેશ કર્યો છે. તમને જણાવી દઈએ કે, ૩૭ કરોડના બિઝનેશ સાથે આ ફિલ્મ હિંદી ભાષામાં ફર્સ્ટ સોમવારે સૌથી વધારે કમાણી કરનાર ફિલ્મ બની ગઈ છે. તેની પહેલા આ રેકોર્ડ ઋત્વિક રોશનની ક્રિશનાં નામે હતો, જેણે હવે બાહુબલી 2 એ તોડી દીધો છે. પ્રાપ્ત માહિતી મુજબ, બાહુબલી-2 નાં હિંદી વર્ઝને માત્ર ૪ દિવસમાં ૧૫૦ કરોડ કરતા વધારે કમાણી કરી લીધી છે.
આ વર્ષની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘બાહુબલી 2’ 28 એપ્રિલે સિનેમાઘરોમાં રિલીઝ થઇ ગઈ છે. તેની સાથે જ ૨ વર્ષ પછી લોકોને તે પ્રશ્નનો ઉત્તર મળી ગયો કે, કટપ્પાએ બાહુબલીને કેમ માર્યો? ભારતના ૬૫૦૦ સ્ક્રીન્સ પર રિલીઝ થયેલ ‘બાહુબલી : ધ કનક્લુજન’ ભારતીય ઈતિહાસની સૌથી મોટી ફિલ્મ બનાવવાની તૈયારી પૂર્ણ કરી લીધી છે. તેની સાથે જ બોક્સ ઓફિસ પર બાહુબલીએ રેકોર્ડ પણ તોડી દીધો છે. પ્રાપ્ત માહિતી મુજબ, પ્રથમ દિવસે આ ફિલ્મે ભારતમાં ૧૪૫ કરોડ, યુએસમાં ૩૩ કરોડ, ગલ્ફમાં ૧૧ કરોડ અને અન્ય જગ્યાઓ પર ૧૨કરોડની કમાણી કરી છે. કુલ મળીને બાહુબલી 2 એ વર્લ્ડવાઈડ ૨૦૧ રૂપિયાની કમાણી કરી છે.
તમને જણાવી દઈએ કે, આ ફિલ્મ વર્લ્ડવાઈડ લગભગ ૯૦૦૦ સ્ક્રીન્સ પર રિલીઝ થઇ છે અને આ ફિલ્મ કુલ ૬ ભાષાઓમાં રિલીઝ થઇ છે. આ ફિલ્મમાં પ્રભાસ, રાણા દગ્ગુબત્તી, અનુષ્કા શેટ્ટી, રામ્યા કૃષ્ણન, નાસીર અને સત્યરાજ મેઈન રોલમાં છે. ફિલ્મનું ડિરેકશન અને લોકોશન્સ કમાલનાં છે. ફિલ્મની સૌથી મોટી ખાસિયત છે કે, આ સ્ટોરી પ્રથમ ભાગમાં એવી જગ્યા પર અધૂરી છોડવામાં આવી હતી કે, ત્યારબાદ લોકોને એક પ્રશ્નનો ઉત્તર જાણવાની આતુરતા હતી કે, અંતે કટપ્પાએ બાહુબલીને કેમ માર્યો? ફિલ્મ દરમિયાન તેનો ઉત્તર દિલચસ્પ રીતે જાણવા મળે છે. ફિલ્મમાં પ્રભાસ અને રાણા દગ્ગુબત્તીનું પરફોર્મન્સ ઘણું શાનદાર છે. તો બીજી તરફ, અનુષ્કા શેટ્ટી તમને વધારે સરપ્રાઈઝ કરશે. તમન્ના ભાટિયા અને સત્યરાજનું કામ પણ સહજ છે. અન્ય કિરદારોનો અભિનય પણ સારો