ગુજરાતના કેવળિયા ગામ નજીક સ્ટેચ્યુ ઓફ યુનિટી નિર્માણ પામેલ છે. દેશની એકતા અને અખંડિતતાના શિલ્પી, લોખંડી પુરુષ અને ગુજરાતના પનોતા પુત્ર સરદાર વલ્લભભાઈ પટેલને વિશ્વ સમસ્તમાં યથોચિત આદરાંજલિ આપવા માટે ભારતના સ્વપ્નદ્રષ્ટા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સરદાર સાહેબની વિશ્વની સૌથી મોટી પ્રતિમાના નિર્માણ સેવેલું સોણલું સ્વપ્નું સાકાર થયું છે.
જેના અનુસંધાને રાજ્યમાં એકતા રથયાત્રાના પરિભ્રમણ દ્વારા સરદાર સાહબને ભાવાંજલિ આપવા માટેની એકતા રથયાત્રા યોજવામાં આવેલ છે. જેના અનુસંધાને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વોર્ડ નં.૧૫ તથા વોર્ડ નં.૧૬માં એકતા રથયાત્રા કાર્યક્રમ યોજાયેલ. ભાવાંજલિ સાથે એકતા રથયાત્રાનો પ્રારંભ મેયર બિનાબેન આચાર્ય તથા શહેર પ્રમુખ કમલેશભાઈ મીરાણીના વરદ હસ્તે કરાયેલ.
આ પ્રસંગે ધારાસભ્ય અરવિંદભાઈ રૈયાણી, ગોવિંદભાઈ પટેલ, પુર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરિયા, ડેપ્યુટી મેયર અશ્વિનભાઈ મોલિયા, શાસક પક્ષ નેતા દલસુખભાઈ જાગાણી, દંડક અજયભાઈ પરમાર, શહેર ભાજપ મહામંત્રી કિશોરભાઈ રાઠોડ, સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન આશિષભાઈ વાગડિયા, પુર્વ કોર્પોરેટર શામજીભાઈ ચાવડા, પાંચાભાઈ વજકાણી, નરેન્દ્રભાઈ ડવ, મીનાબેન રાવલ, પ્રવીણભાઈ કિયાડા, ભરતભાઈ કુબાવત, ભાજપ કાર્યાલય મંત્રી જયંતભાઈ ઠાકર, વોર્ડ નં.૧૫ના પ્રમુખ ભીખુભાઈ ડાભી, મહામંત્રી રત્નાભાઈ મોરી, મહેશભાઈ બથવાર, સોમાભાઈ ભાલીયા, રાબીયાબેન, કમલેશભાઈ બગડાઇ, વિભાભાઇ જોગરાણા, હસુભાઈ છાટબાર, બીપીનભાઈ સોલંકી, બીપીનભાઈ પરમાર, હાજીભાઇ બુચડ, શહેજાદ ખાન, ધીરુભાઈ વજકાણી, વિરમભાઈ રબારી, મહેશભાઈ અઘેરા, હેમબેન બાવરીયા, જયશ્રીબેન સોલંકી, ચંપાબેન મકવાણા, જીતુભાઈ મકવાણા, અજયભાઈ ચાવડા, કિશોરભાઈ વઘેરા, ભરતભાઈ રાજપરા, મેરામભાઈ બોરીચા, રણછોડભાઈ જોગરાણા, વિઠ્ઠલભાઇ થાપા, પુરણદાસ સરપદડિયા, દેવજીભાઈ ખીમસુરીયા,
તેમજ વોર્ડ નં.૧૬ પ્રભારી ભુપતભાઈ બોદર, જીણાભાઈ ચાવડા, પ્રમુખ સુરેશભાઈ વસોયા, મહામંત્રી હિરેનભાઈ ગૌસ્વામી, ભાર્ગવભાઈ મ્યાત્રા, પુર્વ પ્રમુખ જયેશભાઈ દવે, દિલીપસિંહ જાડેજા, જીતુભાઈ સિસોદીયા, પબુભા ખાચર, ઉકાભાઈ લાવડિયા, બકુલભાઈ ચોટલિયા, જોરૂભાઈ બસિયા, હિરેનભાઈ સોજીત્રા, નાગજીભાઈ રાછડીયા, સી.એમ ચાવડા, પાર્થિવભાઈ રાદડીયા, ચેતનભાઈ ભટ્ટ, કંચનબેન સિધ્ધપરા, ચાંદનીબેન ગોંડલીયા, રુચીતાબેન જોષી, ચંપાબેન બાલાસરા, ભાવનાબેન કાચા, નિશીથભાઈ અઘેરા, વિવેકભાઈ સોલંકી, રાજુભાઈ સોલંકી, જીગ્નેશભાઈ રાઠોડ, પરાગભાઈ કાકડિયા, ઘનશ્યામભાઈ પરમાર, ભરતભાઈ ટોળીયા તથા લત્તાવાસીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
એકતા રથયાત્રા ચુનારવાડમેઈન રોડ, નવા થોરાળા મેઈન રોડ, આંબેડકર ચોક, ૮૦ ફૂટ રોડથી સોરઠીયા વાડી, સુતા હનુમાન મંદિર, રામેશ્વર મંદિર, નીલકંઠ ટોકીઝ, નંદા હોલ, કોઠારીયા હુડકો પોલીસ ચોકી, તથા મહિલા મોરચા દ્વારા આરતી તેમજ લત્તાવાસીઓએ પુષ્પ દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલને ભાવાંજલિ અર્પિત કરી રથયાત્રાની સ્વાગત કરવામાં આવેલ.