માં-બાપ, વડીલો માટે આ વિષય લાલબત્તી સમાન
જસદણના મોટાભાગના વિસ્તારોમાં બાળકો અને યુવાનો ઈન્ટરનેટ પર આવતી ઓનલાઈન ગેમ પબજીમાં એટલી હદે ગરક થઈ ગયા છે કે તેમને ધંધા રોજગાર સમય અને શિક્ષણનું પણ ભાન રહેતું ન હોય ત્યારે આ અંગે મા બાપ વડીલો માટે તો આ ઘટના લાલબતી સમાન છે. પણ સરકારે પણ આવી ગેમ સામે લાલ આંખ કરવાની જરૂર છે.
આ અંગે જસદણના સામાજીક યુવા કાર્યકર મહેશભાઈ મયાત્રાએ જણાવ્યું કે મોબાઈલ જેટલો ઉપયોગી છે. તેનો ખરેખર યોગ્ય ઉપયોગ થાય તો પણ ઉપયોગની આ વસ્તુ મોબાઈલમાં જસદણમાં કેટલાક બાળકો યુવાનો પબજી ગેમમાં એટલા ગરકાવ બની જાય છે કે તેને સમયનું યોગ્ય ભાન થતુ નથી આથી તેમનું ભવિષ્ય ધુંધળુ છે. વિદ્યાર્થીઓને અભ્યાસમાં યુવાનોને કામ ધંધામાં ધ્યાન રહેતું નથી ત્યારે દરેક ઘણનાં વડીલોએ આ બાબતે ધ્યાન આપવાની જરૂરીયાત છે.