ગુજરાતના કેવળિયા ગામ નજીક સ્ટેચ્યુ ઓફ યુનિટી નિર્માણ પામેલ છે. દેશની એકતા અને અખંડિતતાના શિલ્પી, લોખંડી પુરુષ અને ગુજરાતના પનોતા પુત્ર સરદાર વલ્લભભાઈ પટેલને વિશ્વ સમસ્તમાં યથોચિત આદરાંજલિ આપવા માટે ભારતના સ્વપ્નદ્રષ્ટા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સરદાર સાહેબની વિશ્વની સૌથી મોટી પ્રતિમાના નિર્માણ સેવેલું સોણલું સ્વપ્નું સાકાર થયું છે.
જેના અનુસંધાને રાજ્યમાં એકતા રથયાત્રાના પરિભ્રમણ દ્વારા સરદાર સાહબને ભાવાંજલિ આપવા માટેની એકતા રથયાત્રા યોજવામાં આવેલ છે. જેના અનુસંધાને તા.૨૭/૧૦/૨૦૧૮ના રોજ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વોર્ડ નં.૧૧ તથા વોર્ડ નં.૧૨માં એકતા રથયાત્રા કાર્યક્રમ યોજાયેલ. ભાવાંજલિ સાથે એકતા રથયાત્રાનો પ્રારંભ . શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણીના વરદ હસ્તે કરાયેલ.
આ પ્રસંગે મેયર બિનાબેન આચાર્ય, ધારાસભ્ય અરવિંદભાઈ રૈયાણી, ગોવિંદભાઈ પટેલ, લાખાભાઈ સાગઠીયા, પુર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરિયા, શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, ડેપ્યુટી મેયર અશ્વિનભાઈ મોલિયા, શાસક પક્ષ નેતા દલસુખભાઈ જાગાણી, દંડક અજયભાઈ પરમાર, શહેર ભાજપ મંત્રી કિશોરભાઈ રાઠોડ, સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન આશિષભાઈ વાગડિયા, પુર્વ કોર્પોરેટર રાજુભાઈ બોરીચા, અશ્વિનભાઈ પાંભર, જે.ડી. ડાંગર, ડી.બી. ખીમસુરીયા, વોર્ડ નં.૧૧ પ્રમુખ પ્રવીણભાઈ પાઘડાર, વોર્ડ નં.૧૧ મહામંત્રી સંજય દવે, આયાદાનભાઈ બોરીચા, વોર્ડ નં.૧૨ પ્રમુખ યોગરાજસિંહ જાડેજા, વોર્ડ નં.૧૨ મહામંત્રી સુરેશભાઈ રામાણી, મૌલિકભાઈ દેલવાડિયા, વોર્ડ નં.૧૧ના હોદેદારો પ્રવીણભાઈ ઠુંમર, સંજયભાઈ બોરીચા, સંજયભાઈ પીપળીયા, હિતેશભાઈ મુંગરા, અમિતભાઈ બોરીચા, જયેશભાઈ કુંભારવાડીયા, મુકેશભાઈ પંડિત, રાજુભાઈ ભટ્ટ, જેઠાભાઈ ભુંટી, વિનુભાઈ સોરઠીયા, ગોવિંદભાઈ વીરડીયા, હેમીબેન ભલસોડા, અનિતા પાઘડાર, વૈશાલી સોરઠીયા, પ્રફુલાબેન બારોટ, વોર્ડ નં.૧૨ના હોદેદારો દશરથસિંહ જાડેજા, રમણીકભાઈ દેલવાડિયા, અમરદીપ બાલાસરા, શક્તિસિંહ ઝાલા, ધર્મેશભાઈ ડોડીયા, રૂપેશભાઈ ડોડીયા, અનિરુધ્ધ ધાંધલ વિગેરે બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
એકતા રથયાત્રા કૃષ્ણ પાર્ક, વેલદીપ પટેલ નગર, જ્ઞાન સોરભ સ્કૂલ, ૪૦ ફૂટ રોડ, નાડોદા રાજપૂત વાડી, રાજદીપ મેઈન રોડ, જય કિશન સ્કૂલ, ગુરુકુળ રોડ, મવડી ગુરુકુળ રોડ, શાકમાર્કેટ, બાપાસીતારામ ચોક, સંસ્કાર હાઈટ રામઘણ પાસે, શ્યામલ સિટી, સોરઠીયા વાડી ચોક, ગોવિંદરત્ન, કૈલાશ પાર્ક, સરદાર ચોક, તથા લત્તાવાસીઓ દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલને ભાવાંજલિ અર્પિત કરી રથયાત્રાની સ્વાગત કરવામાં આવેલ.