પુજીત રૂપાણી મેમોરીયલ ટ્રસ્ટ છેલ્લા ૨૩ વર્ષથી કચરો વિણતા તેમજ જરૂરીયાતમંદ બાળકોને દત્તક લે છે તેઓને અભ્યાસ સાથે વેકેશનલ ટ્રેનીંગ પણ આપવામાં આવે છે. આ ટ્રેનીંગ અંતર્ગત તેમણે બનાવેલ કૃતિઓનું પ્રદર્શન જિલ્લા પંચાયત ચોક ખાતે આયોજન કરવામાં આવ્યું હતુ.vlcsnap 2018 10 29 10h31m12s123 આ પ્રદર્શન જોવા જોઈન્ટ પોલીસ કમિશ્નર સિધ્ધાર્થ ખત્રી કાશ્મીરાબેન નથવાણી, ધનસુખભાઈ ભંડેરી સહિતના મહાનુભાવો અને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતાને બાળકો દ્વારા બનાવેલ કૃતિઓ દિવડા, ગૃહસુશોભનની વસ્તુઓની ખરીદી કરી હતી.vlcsnap 2018 10 29 10h31m48s230અબતક સાથેની વાતચીત દરમિયાન જોઈન્ટ પોલિસ કમિશ્નર સિધ્ધાર્થ ખત્રીએ જણાવ્યું કે પુજીત રૂપાણી મેમોરીયલ ટ્રસ્ટ તરફથી સુંદર કાર્યક્રમ રાખવામાં આવેલો છે. જેની અંદર રસ્તા પર અનાથ બાળકો અથવા તો કચરો વિણે છે તેવા ગરીબ બાળકોને એક માર્કેટ પૂરૂ પાડે છે.

જેથી તે લોકો પોતે જે કાંઈ બનાવે તેનું વેચાણ કરી શકાય અને તેને મદદરૂપ થાય તે રીતે સમાજનો કચડાયેલો વર્ગ છે તેને મદદરૂપ થવા માટે ખૂબ સુંદર પ્રયાસ છે. દરેક વસ્તુઓના ભાવ ખૂબજ વ્યાજબી છે. અને સુંદર વસ્તુઓ બાળકોએ બનાવી છે. અને હું લલચાયો છું અને મેં ઘણી બધી વસ્તુઓની ખરીદી કરી છે. હું નાગરીકોને અનુરોધ કરીશ કે પુજીત રૂપાણી મેમોરીયલ ટ્રસ્ટમાં જોડાય અને આવા સુંદર કાર્યમાં ભાગીદાર થાય.vlcsnap 2018 10 29 10h31m26s37અબતક સાથેની વાતચીત દરમિયાન ધનસુખભાઈ ભંડેરીએ જણાવ્યું કે પુજીત રૂપાણી ટ્રસ્ટના માધ્યમથી દર વર્ષની જેમ આ વર્ષે પણ બે દિવસ ટ્રસ્ટના કચરા વિણતા બાળકો, સ્લમ વિસ્તારમાં રહેતા બાળકો ત્યાં આવે છે એ બાળકોએ અલગ અલગ કાગળોમાંથી ખૂબ સુંદર કૃતિઓ બનાવી છે અને દિવાળી આવી રહી છે.

તે માટે દિવડાઓ, ગૃહ સુશોભનની વસ્તુઓ બનાવી છે તે સુંદર પ્રદર્શન અને વેચાણ કરવામાં આવ્યું છે. માનનીય અંજલીબેન રૂપાણીના માર્ગદર્શનથી પુજીત રૂપાણી ટ્રસ્ટમાં દર વર્ષે બાળકો ઉત્સાહથી આવી પ્રવૃત્તિ કરી ને જે નાખી દેવા જેવી વસ્તુઓનો ઉપયોગ કરીને સરસ રીતે દિવડા બનાવ્યા છે. અહીયા લોકો બહોળી સંખ્યામાં આવી રહ્યા છે. અને દિપડા અને ગૃહ સુશોભનની વસ્તુઓની ખરીદી કરી રહ્યા છે.vlcsnap 2018 10 29 10h32m13s243અબતક સાથેની વાતચીત દરમિયાન કાશ્મીરાબેન નથવાણીએ જણાવ્યું કે પુજીત રૂપાણી મેમોરીયલ ટ્રસ્ટમાં નાના, છેવાડાના વિસ્તારમાથી આવેલ બાળકો દ્વારા ખૂબજ સુંદર દિવડા અને ગૃહ સુશોભનની વસ્તુઓ બનાવવામાં આવી છે. તે જોઈને સખ્ત આશ્ચર્ય થયું કે એકદમ પ્રોફેશ્નલી ટચ જે મશીનમાં થતું હોય અથવા પ્રોફેશ્નલ લોકો કરતા હોય તેના જેવું ટચ અને સાઈન આવતું હોય તેવું જ બાળકો દ્વારા હેન્ડમેડ રીતે બનાવ્યું છે તે અદભૂત છે. મેં અહીથી ઘણી વસ્તુની ખરીદી કરી છે. અહી બધી જ વસ્તુ ખૂબજ સુંદર છે.vlcsnap 2018 10 29 10h32m34s204અબતક સાથેની વાતચીત દરમિયાન ધવલએ જણાવ્યું કે અમે કાગળમાંથી ઘણી બધી વસ્તુઓ બનાવી છે. માટીની વસ્તુઓમાં કલર કામ કર્યું છે. અને તેના પર વિવિધ વસ્તુઓથી ડેકોરેશન કર્યું છે. અમને આવી વસ્તુઓ બનાવવાની પ્રેરણા અમારા શિક્ષકો દ્વારા આપવામાં આવી હતી અને બનાવતી વખતે તેઓનો અમને ખૂબજ સહકાર મળ્યો છે. અમને અહીયા ઘણુ બધુ નવું નવું શિખવા મળે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.