ખાતર, દવા, ગેસ, પેટ્રોલ અને ડીઝલના ભાવ ઘટાડવા માંગણી
આજે એક તો દૂષ્કાળ વર્ષ તેમ પણ જીવન જરૂરીયાત વસ્તુઓના ભાવ દિવસે ને દિવસે વધતા જાય છે. આજે ખાતર, દવા, બિયારણ, ગેસ, ડિઝલ, પેટ્રોલના ભાવો આસમાને પહોંચેલ છે ત્યારે સરકારે આવા ભાવ વધારામાં રાહત આપવી જોઈએ. આ બાબતે ગઢાળાના સરપંચ નારણભાઈ આહિરે આક્રોશ વ્યકત કરીને અખબારી યાદીમાં જણાવેલ છે કે, ખાતર અને ડીઝલના ભાવો મુજબ વધી ગયેલ છે.
જેથી ખાતર જેવી વસ્તુઓમાં સબસીડી વધારવી જોઈએ. આજે ગેસના ભાવો આસમાને પહોંચેલ છે અને આવા ભાવો ગરીબ વર્ગને મહા મોટી મુશ્કેલી ભોગવવી પડે તેમ છે. ખેડૂતોને ખેત પેદાશના પુરા ભાવો મળતા નથી અને ખાતર, દવા, બીયારણના ભાવો આસમાને છે. મહા દૂષ્કાળ જેવી પરિસ્થિતિ છે.
આવા તમામ પ્રકારના ભાવ વધારાઓ પાછા ખેંચવા જોઈએ તથા સરપંચે વધુમાં જણાવેલ હતું કે, પાક વિમો વહેલી તકે મળે તથા અન્ય લાભો વહેલી તકે મળે તેવું આયોજન સરકાર કરે તેવું ખેડૂત આગેવાનોએ કહેલ છે તેમજ સરપંચ વધુમાં જણાવેલ છે. આ વર્ષે ઉપલેટા તાલુકાના તમામ ગામો અછતગ્રસ્ત તથા દૂષ્કાળગ્રસ્ત છે તો વહેલાસર પાક વિમો સરકાર આપશો નહીંતર લોકસભાની ચૂંટણી વખતે મદ માંગવા આવો ત્યારે તમારો વિમો લઈને આવશો એવી ચિમકી ઉચ્ચારેલ છે.