સોશિયલ નેટવર્કિંગ સાઇટ ફેસબુકને 1.5 અબજ કરતાં વધુ લોકો દર મહિને ઉપયોગ કરે છે લોકો વચ્ચે ફેસબુક ખુબ જ લોકપ્રિય થઈ ગયુ છે શું તમે જાણો છો આવી ઘણીબધી સાઈટ છે જેને તમે ફેસબુકની જગ્યાએ ઉપયોગ કરી શકો છે.અમે તમને એવીસાઇટ્સ વિશે જણાવીએ છીએ જેનો તમે ફેસબુકનાં વિકલ્પમાં ઉપયોગ કરી શકો છો.
Google+ સોશીયલ નેટવર્કિંગની સેવા માટે વધુ સારી પસંદગી છે. અહીંયા તમે પોતાની અનોખી પ્રોફાઈલ બનાવી શકો છો એની સાથે કોઈપણ વપરાશકર્તા અથવા સમુદાયને ફોલો કરી શકો છો એના ન્યુઝ ફીડને તમે પોતાનો મનમુજબ બદલી શકો છો.
Quora વેબસાઈટ દ્રારા કોઈપણ પ્રકારના સવાલ પુછી શકો છો અને એના જવાબને સેવ કરી શકો છો. એની સાથે તમે તમારા સવાલના જવાબ આપવા માટે અન્ય લોકોને આમંત્રિત કરી શકો છો.
Ello એક નવી વેબસાઇટ હોવા છતાં પણ પોતાની અલગ જગ્યા બનાવી છે. આ સાઈટ ખાસ કરીને આર્ટિસ્ટ્સ, ડિઝાઇનર્સ અને ક્રિએટર્સ માટે બનાવામાં આવી છે.
ફેસબુક ફોટા શેર કરવા માટે એક પ્રચંડ સ્ત્રોત છે, પણ જો તમે તમારા સાથી સાથે નાની નાની યાદો શેર કરવા માંગતા હોયતો Couple સાઈટ ખુબ જ સરસ છે.