મોટર સાયકલ સહિત ૯૬૦૦૦ ના મુદામાલ સાથે બુટલેગરની ધરપકડ
પાલીતાણા શહેરમાં ચોકકસ બાતમીના આારે ઘાસના ગોડાઉનમાં સંતાડેલો દેશી દારૂ સાથે આરોપી રૂ ૯૬૦૦૦ ના મુદામાલ સાથે ઝડપાયો છે.
બાતમીના આધારે પો.કોન્સ. યુવરાજસિંહ જાડેજા, તથા ભરતભાઇ ચૌહાણ વિ. સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન બાતમી આધારે મહેન્દ્રભાઇ બોધાભાઇ બારૈયા થોરાળીગામ તા. પાલીતાણાવાળો ભારતીય બનાવટનો દારુનો જથ્થો પોતાની ઘરની બાજુમાં ઘાસચારાના ઓધા નીચે બનાવેલ ટાંકામાં રાખી દારુનું વેચાણ કરે છે તેવી હકિકત મળતા બે પંચ ના માણસોને બોલાવી પંચોને સમજ કરી પંચો સાથે બાતમીવાળી જગ્યા ઉપર રેઇડ કરતા મહેન્દ્રભાઇ બોધાભાઇ બારૈયા ઉ.વ. ર૬ રહે. થોરાળી ગામ તા. પાલીતાણાવાળો કબજા માંથી મેકડોવેલ નંબર-૧ રીઝર્વ વ્હીસ્કી ઓરીજનલ ૭૫૦ એમ. કાચની શિલપેક ખાખી કલરના પુઠાના ખોખામાં છે તે બોટલ નંગ-૧ર સાથે પેટી નં.૮ તથા મળી આવેલ જે એક બોટલની કિં રૂ ૪૦૦/- લેખે બોટલ નં.૯૬ ની કિ. રૂ ૩૮૪૦૦/-, રોયલ સ્ટેગ રીઝર્વ વ્હીસ્કી ૭પ૦ એમ ફોર સેલ ઇન હરીયાણા લખેલ કંપની સીલ પેક સફેદ કલરના પુઠાના ખોખામાં જે પેટી નં. ૪ છે.
બોટલ નંગ-૪૮ કિ. ૧૯૨૦૦/- તથા રોયલ એલેન્જ કલાસિક પ્રીમીયમ વ્હીસ્કી ૭પ૦ એમ કાચની સીલ પેક ખાખી કલરના પુઠાના ખોખામાં તે પેટી નંગ ૩ બોટલ નં. ૧ર કિં. રૂ ૧૭૫૦૦/- ના મુદામાલ સાથે ઇસમ ભારતીય બનાવટનો દારુનો જથ્થો રાખેલ એક સિલ્વર કલરની હીરો સ્પેલેન્ડર મો.સા. જેના રજી. નં. જીજે ૦૪ બીટી ૩૮૯૦ જેની કિ. રૂ ૨૦૦૦૦/- મળી કુલ બોટલ નંગ-૧૮૧ કિ. રૂ ૭૫૯૦૦/- તથા મો.સા. કિઉ ૨૦૦૦૦/- મળી કુલ કિ. રૂ ૯૫૯૦૦/- ના મુ. માલ સાથે મળી આવી પંચનામાની વિગતો તપાસ અર્થે કબજે કરેલ છે આરોપી રેઇડ દરમ્યાન હાજર મળી આવી ગુન્હો કરેલ હોઇ તો તેની સામે ધોરણસરની કાર્યવાહી એમ.જી.રાણા ને સોંપેલ છે.