વોટર થેરેપી સૌથી જુની થેરેપી છે. જે વજન ઓછું કરવામાં ખુબ જ મદદ કરે છે. જો સમયસર અને ચોક્કસ પ્રમાણમાં પાણી પીવામાં આવે તો વજન ઘટાડી શકાય છે. એક્સપર્ટે એવો દાવો કર્યો છે કે માત્ર 10 જ દિવસમાં આ થેરેપીથી 4થી 5 કિલો વજન ઘટાડી શકાય છે. આવો જાણીએ કેવી રીતે
માત્ર પાણી પીને ઘટાડો વજન
– પાણી મેટાબૉલિજ્મ સુધારીને વજન ઘટાડે છે.
– એક્સપર્ટ મુજબ બોડીને પૂરતા પ્રમાણમાં પાણી મળવાથી તેના બધા ફંક્શન્સ યોગ્ય રીતે થાય છે. જ્યારે ફંક્શન યોગ્ય રહેશે તો બોડીનુ મેટાબોલિજ્મ સારૂ રહેશે.
– વધુ પાણી પીવાથી કેલેરી બર્ન કરવાની ક્ષમતા વધી જાય છે. વૈજ્ઞાનિક ભાષામાં તેને રેસ્ટિંગ એનર્જી એક્પેંડિચર કહે છે.
– સ્ટડીઝ મુજબ પાણી પીવાના 10 મિનિટની અંદર જ રેસ્સિંગ એનર્જી એક્પેંડિચર 24થી 30 ટકા વધી જાય છે. આ રીતે જેટલુ વધુ પાણી પીવામાં આવશે એટલી કેલેરી બર્ન કરવાની ક્ષમતા વધી જશે.
– ઉઠતાની સાથે પીવો પાણી- ઉઠતા જ સૌ પહેલા ખાલી પેટ દોઢ ગ્લાસ પાણી પીવો. તેનાથી વજન ઘટવામાં મદદ મળશે. સાથે જ બ્રેનને પર્યાપ્ત એનર્જી મળશે.
– ચા કે કોફી પછી- દિવસમાં ચા કે કોફી પીવાના 5-10 મિનિટ પછી અડધો કે એક ગ્લાસ પાણી જરૂર પીવો. તેનાથી બોડીમાં એસિડની ઈફેક્ટ અને વજન ઓછુ થશે.
– નાસ્તા પહેલા અને પછી – ઉઠવાના 1-2 કલાક પછી, અને નાસ્તો કરતા પહેલા અને પછી 1 ગ્લાસ પાણી પીવો.
આમ આ રીતે જ પાણી પીવામાં આવે તો 10 જ દિવસમાં તમે તમારો વજન ઘટાડી શકો છો.